આપ સૌ દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા લોકડાયરાના ફેમસ કિર્તીદાન ગઢવી વિશે જાણતા જ હશો કે જેમણે ખૂબ જ નામના મેળવી છે. તેઓ માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ તેમના કાર્યક્રમોથી ફેમસ છે. એટલુંજ નહિ પરંતુ તેમને “ડાયરા કિંગ” ના નામે ઓળખવામાં આવે છે. અને સૌ લોકો તેમના ચાહકો પણ છે. ત્યારે આજે આપણે વાત કરીશું તો કિર્તીદાન ગઢવી કે જેમનો એક વીડિયો વાયરલ થયો છે.
જેમાં તેઓ ભાવુક થઈ ગયેલી હાલત માં જોવા મળ્યા અને જેમાં તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. એના વિશે વિશેષ માં વાત કરતા જણાવીશ તો તેવો જ્યારે એક કચ્છ જિલ્લામાં આવેલ ભચાવ તાલુકામાં શ્રી રામ પારાયણ નિમિત્તે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં તેઓ અને બીજા કેટલાક કલાકારો એવા માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.
લોક ડાયરા કલાકારો રંગમંચ ઉપર જમાવટ કરી હતી, ત્યારે કિર્તીદાન ગઢવીની આંખો માં આંસુ આવી ગયા હતા. કોઈ એક પ્રસંગ યાદ કરવાને લીધે ત્યારે ભીખુદાનએ શ્રીરામ અને માતા વિશે અને સમાજ વિશે કહી રહ્યા હતા ત્યારે એ સાંભળીને કિર્તીદાન ગઢવી ની આંખો માંથી આંસુ આવી ગયા અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા અને ખૂબ જ ભાવુક થઇ ગયા હતા.
ત્યારે ભીખુદાન આગળ કંઈક નો દુખ સંભળાવતા હતા. તે સાંભળીને કિર્તીદાન ભાવ થયા હતા. એટલુંજ નહીં પરંતુ તેમની વાતો સાંભળીને ભાવુક થઈ પડેલા કિર્તીદાને આંસુ રૂમાલથી લૂછી ને પછી આગળ પોતાનો સંવાદ વધતા કિર્તીદાનથી કંટ્રોલ ન રહ્યો અને ફરીથી રડવા લાગ્યા ત્યારે કબરાઉ સ્થિત બિરાજમાન એવા મણિધર બાપુ પણ ત્યાં હાજર હતાં.
ત્યારે તેમણે મોગલ ધામના મહંત તેને ખોળામાં લઈને શાંત પાડ્યા અને તેમના હાથે થી પાણી પાયું. ભિખુદાન ગઢવીના ભજનો ની શરૂઆત કરી હતી, ત્યારે કિર્તીદાન ગઢવી સહિતના તમામ લોકોએ ભીખુદાન ગઢવીના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આ વિડીયો youtubeમાં Jadav Gadhvi – Lok Sahity નામની youtube ચેનલમાં મુકવામાં આવ્યો છે.
ત્યારે અમે તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી નો જન્મ સુરેન્દ્રનગરમા ચારણ-ગઢવી પરિવારમાં થયો છે તે નાનપણથી જ તેમના પરિવારમાં સંગીતને લગતો માહોલ હોવાથી તેમને પણ સંગીતનો ખૂબ જ શોખ હતો. તેઓ ખૂબ જ સંઘર્ષ કરીને સંગીત ક્ષેત્રે નામના મેળવી છે.અને તેમને પણ ખુબ નાની વયે ગીતો ગાવાની કર્યું હતું.
તેમના વિશે વિસ્તૃત માં વાત કરીયે તો કિર્તીદાન ગઢવી જેને પોતાનો કંઠના કમાંકિતથી લોકો ના દિલ જીતી લીધા હોઈ અને જયારે તેમનો કંઠ રેલાઈ ત્યારે આપણે સૌ જુમી ઉઠતા હોઈએ છીએ અને ગુજરાતના ઉચ્ચ કોટી ના કલાકાર માં કિર્તીદાન ગઢવી નું નામ આવે છે. કિર્તીદાન ગઢવી ને સંગીત ક્ષેત્રે ઘરથુંથી જ્ઞાન પ્રાપ્ત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment