મિત્રો હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને આ વર્ષે તો ગુજરાતમાં ભુક્કો બોલાવતી ઠંડી પડી રહી છે. ગુજરાતના અમુક એવા ગામડાઓ છે જ્યાં બરફ પણ જોવા મળ્યો છે. થોડાક સમય પહેલા રાજકોટમાં કાતિલ ઠંડીએ એક દીકરીનો જીવ લીધો હતો. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના પાટણ જિલ્લામાંથી સામે આવી રહી છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સમોડા ગામે ઠંડીના કારણે એક ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે. ખેડૂતનું મૃત્યુ થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મળતી માહિતી અનુસાર 10 ડિગ્રીથી પણ ઓછા તાપમાનમાં 52 વર્ષના ખેડૂત બળદેવજી જેસંગજી ઠાકોર રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. આ દરમિયાન ભારે ઠંડીના કારણે તેઓ ઠુંઠવાઈ ગયા હતા.
આ કારણસર બળદેવજી ભાઈનું મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ થતા જ બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારના મોભીનું મૃત્યુ થતા હસતા ખેલતા પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર વિવિધ તંત્ર દ્વારા રાત્રે વીજળી આપવામાં આવે છે. તેથી બળદેવજી ભાઈ પરિવારના સભ્યોને કહ્યું હતું કે હું આજ રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે રોકાવાનો છું.
બીજા દિવસે સવાર થઈ ગઈ છતાં પણ બળદેવજી ભાઈ ઘરે ન આવ્યા. તેથી પિતાને ચા આપવા માટે દીકરી ખેતરે પહોંચી હતી. ત્યારે ત્યાં તેના પિતા સુતેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ દીકરીએ પિતાને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ પિતા જાગ્યા નહીં.
તેથી દીકરીએ બૂમાબૂમ કરી હતી જેના કારણે આજુબાજુના ખેતરમાં કામ કરતાં ખેડૂતો દોડીને ત્યાં આવ્યા હતા. ત્યારબાદ બળદેવજી ભાઈને ટ્રેક્ટરના મારફતે ઘરે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ગામના વૃદ્ધ માણસે બળદેવજી ભાઈના નાળી ચકાસણી કરીને તેમને મૃત જાહેર કર્યા હતા.
સમોડા ગામના પૂર્વ સરપંચે જણાવ્યું કે, ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા બળદેવજીભાઈ ઠાકોરનું શુક્રવારના રોજ ઠંડીના કારણે મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ થતા જ તેમની પત્ની અને બે દીકરીઓ નોંધારા બન્યા છે. શુક્રવારના રોજ રાત્રે ખેતરમાં કામ કરતી વખતે તેમનું ભારે ઠંડીના કારણે મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment