આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ સતત વધી રહ્યો છે. કુડ ઓઈલના ભાવમાં સતત વધારો થતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે ફરી એક વખત દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
પાંચ રાજ્યોની ચૂંટણી બધા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજરોજ પેટ્રોલના ભાવ 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં 72 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 8 દિવસમાં પેટ્રોલના ભાવમાં 4.72 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
જ્યારે ડીઝલના ભાવમાં 4.93 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ વધી રહ્યો છે. તેથી હજુ પણ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતા મૂંઝવણમાં મુકાય છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ ડિઝલના ભાવની વાત કરીએ તો અહીં પેટ્રોલના ભાવમાં 39 પૈસા અને ડિઝલના ભાવમાં 37 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
ભાવ વધતા જ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 99.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 90.77 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ભાવ વધારા સાથે પેટ્રોલનો ભાવ 114.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 98.50 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. હજુ પણ આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment