ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા જ હશો.જેનું નામ લેતાની સાથે જ બધા જ લોકો ખુશ થઈ જાય છે. ખજૂર ભાઈએ સૌ કોઈના દિલમાં પોતાનું અનોખું સ્થાન બનાવી દીધું છે, ત્યારે ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનો ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડી રહ્યા છે.
એવામાં વાત કરીશું તો જ્યારે કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય ત્યારે એક પણ સેકન્ડ નો વિચાર કર્યા વગર તરત જ એ વ્યક્તિ વહારે આવી જાય છે. આપણે પરિચિત છીએ કે ગત વર્ષે આવેલા વાવાઝોડા દરમ્યાન કેટલા લોકો બે ઘર બન્યા હતા, ત્યારે તમામ લોકોને નવા ઘર બનાવી આપીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે.
ખજૂર ભાઈ થોડા સમય પહેલા એક એવી વાત કરી હતી જેના વિશે સાંભળીને તમે પણ ખજૂર ભાઈના મોટા ફેન બની જશો. એવામાં જ વાત કરીશું તો મોબાઈલ ના ઉદ્ઘાટનમાં જ્યારે તેમને પાલીતાણા બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેઓએ પણ હાજરી આપી હતી.
ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને એ સમયે ખજૂર ભાઈએ તેમના જીવનની કેટલીક વાતો પણ કરી હતી. એટલું જ નહીં પરંતુ તેમણે વધુમાં કહ્યું કે જેટલા પણ લોકોને મદદની જરૂર હોય તેવા બધા જ લોકોની માટે તેઓએ હંમેશા આગળ જ રહીને કામ કર્યું છે. ખજૂર ભાઈ એ પહેલા જ્યારે તેમની ચેનલ ચાલુ કરી હતી ત્યારે પાર્ટનરશીપમાં ચાલુ કરી હતી.
એ સમયે તેમને દગો મળ્યો હતો. 8 લાખ સબસ્ક્રાઈબર વાળી ચેનલ તેઓએ તેમના પાર્ટનરને આપી દીધી. ત્યારબાદ તેઓએ અહીંયા સુધી પહોંચ્યા છે અને એવું પણ કહ્યું હતું કે તેઓ આજે જે કંઈ પણ છે તે બધું જ તમારી થકી છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ દિવસે ત્યાં સુધી આવી રીતે મદદ કરતા રહેશે.
નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચાઈ રહ્યા છે તેનું એકમાત્ર કારણ છે. તેની મદદ કરવાની ભાવના મદદ કરવાની ભાવના સૌ કોઈમાં હોતી નથી.પરંતુ આજના આ સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે. ખજૂર ભાઈને કેટલાય વૃદ્ધના આશીર્વાદ મળ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment