ખજૂરભાઈએ એક વર્ષમાં 200 લોકોને નવા ઘર બનાવી દીધા, તેની ખુશીમાં ખજૂરભાઈ પોતાની આખી ટીમ સાથે દુબઇ ગયા…

Published on: 5:41 pm, Thu, 28 April 22

આપણે સૌ જાણીએ છીએ કે હાલ ખજૂર તરીકે જાણીતા એવા નીતિન જાની.. કે જેઓ હાલ ખૂબ મોટું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને માનવતા મહેકાવી રહ્યા છે, અત્યાર સુધી તેમણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘણી સેવા કરી છે. અને કહીએ તો તેણે પોતાના ખિસ્સાના કરોડ રૂપિયા પર ખર્ચ કર્યા છે. તેમણે આવું સેવાનું કાર્ય કરીને માનવતા મહેકાવી છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં વાવાઝોડું આવ્યું હતું, ત્યારે ગામડાઓમાં ઘણા ઘરો પડી ગયા હતા. ત્યારે ખજૂર ભાઈએ એવા ગામડાઓની મુલાકાત લઈને તેમની ટીમ સાથે રાખીને લોકોની મદદ કરવા પહોંચી ગયા હતા. ત્યારે ગૌરવ અનુભવાય એવી વાત કરીએ તો ખજૂર ભાઈ એ 200 જેટલા લોકોને નવા ઘર બનાવી આપ્યા છે. અને સમાજમાં એક માનવતા મહેકાવી છે.

અત્યારે હાલ એમની વાત કરીએ તો તેઓ હાલ તેમની ટીમ સાથે 200 ઘર બનાવવાની ખુશીમાં દુબઈ ફરવા નીકળી પહોંચ્યા છે. ત્યારે તેમણે કરીએ બે વર્ષ પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈ ફરવા જવા માટેનું તેમની ટીમ સાથે નક્કી કર્યું છે. નવાઈની વાત તો એ કે તેમણે ગુજરાતની ધરતી પર 200 જેટલા ઘર બનાવી આપ્યા તેની અનેરી ખુશીના સેલિબ્રેશન માટે તેઓ તેમની ટીમ સાથે દુબઈ ફરવા નીકળ્યા હતા.

ત્યારે તેઓ એકલા જ નહી પરંતુ તેમની સાથે જેટલા લોકોએ પણ સાથ સહકાર આપ્યો હતો તેમને પણ ખજૂરભાઈ દુબઈ ફરવા લઈ આવ્યા હતા. ખજૂર ભાઈ એ તેમની સાથે ભીખા દાદા અને સોમા દાદા ને પણ દુબઈ ફરવા લઈ જઈ રહ્યા છે, ત્યારે કહીએ તો આ બંનેની આ પહેલી ફ્લાઇટ હતી કે છે ખજૂર ભાઈ સાથે જવા મળ્યું અને આ પ્રવાસની ખુશી તો તેમના ટીમમાં અનેરી રહી અને ખૂબ જ મોજ કરી રહ્યા છે.

આજે આ ખજૂર ભાઈને આપણે ગુજરાતના સોનુ સૂદ તરીકે કહીએ તો પણ નવાઈ નહીં, ત્યારે તેમણે ઘણા નિરાધાર લોકોને આશરો આપ્યો છે. અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તો ઘર જ બનાવી આપ્યા છે. એવું સેવાનું કાર્ય તો માત્ર આવા સેવાભાવી વ્યક્તિઓ જ કરી શકે.

તે ખજૂર ભાઈ એ સૌરાષ્ટ્રની ધરતી પર જ્યારે વાવાઝોડું આવ્યું હતું, ત્યારે રાત દિવસ તેમની ટીમને સાથે રાખીને અનેક ગામડાંઓમાં જઈને નવા ઘર બનાવી આપ્યા, ત્યારે આવા સેવાના કાર્યને સૌ લોકો બિરદાવી રહ્યા છે. અને પ્રશંસા કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ એવું કહીએ તો પણ નવાઈ નહીં કે ખજૂર ભાઈ હાલ દેવદૂત બનીને આવ્યાં હોય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખજૂરભાઈએ એક વર્ષમાં 200 લોકોને નવા ઘર બનાવી દીધા, તેની ખુશીમાં ખજૂરભાઈ પોતાની આખી ટીમ સાથે દુબઇ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*