હાલમાં ગુજરાત રાજ્યમાં ભુક્કા બોલાવતી ઠંડી પડી રહે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઘરમાં તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે. આવી ઠંડીમાં ગોંડલ રોડ ઉપર આવેલી એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી રિયા નામની દીકરીને ચાલુ ક્લાસી અચાનક જ ધ્રુજારી ઉપડી હતી. ત્યારબાદ દીકરી બેભાન થઈને ઢળી પડી હતી. પછી તો દીકરીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ત્યાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા માલવિયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે સવારે 7.10 વાગ્યાની આસપાસ રિયા સ્કૂલ વાનમાં બેસીને પોતાની સ્કૂલમાં ગઈ હતી. સાડા સાત વાગ્યાની આસપાસ સ્કૂલે પહોંચીને પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરી હતી. ત્યાર પછી ધોરણ 8 ના ક્લાસ માં પ્રવેશ્યા બાદ તેને અચાનક જ શરીરમાં ધ્રુજારી ઉપડી હતી અને તે બેભાન થઈને ઢળી પડી હતી.
ત્યારબાદ સ્કૂલ સંચાલક દ્વારા 108 ની ટીમને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યાર પછી સમય સુચકતા દાખવીને સ્કૂલ સંચાલકો રિયા ને બેભાન હાલતમાં વાનવા બેસાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ઈએસીજી રિપોર્ટ કર્યા બાદ રિયાને મૃત જાહેર કરી હતી
આ અંગે મૃત્યુ પામેલી દીકરીના પરિવારના લોકોએ શાળા પર આક્ષેપ કરતા જણાવ્યું કે, દીકરીની ઠંડીના કારણે તબિયત બગડી ગઈ હતી. આ શાળામાં સ્કૂલના સ્વેટર વગર બીજું કોઈ સ્વેટર પહેરી શકાતું ન હતું. જેથી વધારે ઠંડી લાગતી હોય છે. આ ઘટના મંગળવારના રોજ બની હતી. શાળામાં અચાનક જ રિયાને એક ધ્રુજારી ઉપડી હતી અને તે બેભાન થઈને ઢળી પડી હતી. ત્યાર પછી તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવી હતી અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
દીકરીની માતાએ જણાવ્યું કે, શાળાના સ્વેટર ઠંડી ઝીલી શકે તેવા નથી. મેં મારી ફુલ જેવી દીકરી ખોઈ નાખી છે. રિયા એકદમ તંદુરસ્ત હતી અને તેને કોઈપણ પ્રકારની બીમારી પણ ન હતી. ઠંડીના કારણે તેનું રક્ત જામ થઈ ગયું અને તેનું હૃદય બંધ પડી ગયું હતું. વધુમાં જણાવ્યું કે રક્ત જામ થઈ જવાના કારણે 10 મિનિટમાં મારી દીકરી દુનિયા છોડીને જતી રહી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment