મિત્રો આપણે સૌ કોઈ લોકોએ “વોશિંગ પાવડર નિરમા દૂધ કી સફેદી…” ગીત તો જરૂર સાંભળ્યું હશે. તમે નિરમા કંપની વિશે ઘણી બધી વાતો પણ સાંભળીએ છીએ. ત્યારે આજે અમે તમને નિરમા કંપનીના માલિક અને તેમના જીવનની કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે, નિરમા કંપનીના માલિકનું નામ કરસનભાઈ પટેલ છે. તો ચાલો જાણીએ કરસનભાઈ પટેલે પોતાની કંપનીનું નામ નિરમા કેમ રાખ્યું..? વાત કરીએ તો નિરમા કંપનીના પેકેટ પર જોવા મળતી છોકરીનું નામ નિરૂપમા હતું. નિરૂપમા કરસનભાઈ પટેલની દીકરી હતી.
તો નિરૂપમા માંથી નિરમા કેવી રીતે પડ્યું તેની પાછળ પણ એક રસપ્રદ કહાની છે. નિરૂપમા જ્યારે સ્કૂલમાં ભણતી હતી. ત્યારે એક દૂર ઘટનામાં તેનું દુઃખદ નિધન થયું હતું. આ ઘટના બનતા જ કરસનભાઈ અને તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.
કરસનભાઈ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમની દીકરી દુનિયામાં ખૂબ જ મોટું નામ બનાવવા માગતી હતી. પરંતુ દીકરીનું મોત થતા જ તેની બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી. પછી કરસનભાઈ પોતાની દીકરીનું નામ અમર બનાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેને પોતાની દીકરીના નામ પરથી નિરમા કંપની શરૂ કરી. વર્ષ 1969માં નિરમા વોશિંગ પાવડરની શરૂઆત થઈ હતી. કરસનભાઈ દરેક પેકેટ પર પોતાની દીકરીનો ફોટો છપાવ્યો. પછી તો ધીમે ધીમે નિરમા કંપની ખૂબ જ ચાલવા લાગી.
કરશનભાઈની વાત કરીએ તો, તેમનો જન્મદિવસ એપ્રિલ 1944 ના રોજ થયો હતો. તેમનો જન્મ ગુજરાતના મહેસાણાની અંદર રહેતા એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા નું નામ ખોડીદાસભાઇ પટેલ હતું. કરસનભાઈ 21 વર્ષની ઉંમરે પોતાનો બીએસસી નો અભ્યાસ પૂરો કર્યો હતો.
કરસનભાઈની નિરમા કંપનીની વાત કરીએ તો, આજે તેમની કંપનીમાં 18,000 થી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે. મિત્રો તમને જણાવી દઈએ કે, વોશિંગ પાવડર નિરમા નામના ગીત બાદ તેમની કંપની ખૂબ જ આગળ વધી હતી. પછી નિરમા કંપનીનો જમાનો ચાલુ થયો અને આ કંપનીનું નામ તો દરેક લોકોના મુખ પર હતું અને હજુ પણ લોકોને પૂછો તો તેમને આ ગીત મોઢે જ યાદ હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment