ગુજરાતના આ વ્યક્તિની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં આવ્યા કપિરાજ… જાણો શું છે આ વ્યક્તિ અને કપિરાજ વચ્ચેનો સંબંધ…

મિત્રો તમને બધાને ખબર હશે કે જ્યારે દેશમાં કોરોનાની મહામારી ચાલુ હતી ત્યારે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાની મહામારીમાં ઘણા હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. ત્યારે કોરોનાની મહામારી દરમિયાન બાયડ તાલુકાના સુરેશભાઈ નામના એક વ્યક્તિનું મોત થયું હતું.

મિત્રો તમને એમ લાગતું હશે કે આમાં નવાઈની વાત શું છે? પરંતુ તમને જણાવી દઈએ કે સુરેશભાઈ નું મોત થયું ત્યારે તેમના ઘરે મોટી સંખ્યામાં કપિરાજ આવી પહોંચ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ભાવુક થઈ ગયા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે સુરેશભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના ગામથી 7 કિલોમીટર દૂર આવેલા એક મંદિર પર જઈને કપીરાજને બિસ્કીટ ખવડાવતા હતા. જ્યારે કોરોનામાં સુરેશભાઈનું મોત થયું અને આ વાતના સમાચાર કપીરાજને મળતા મોટી સંખ્યામાં કપિરાજ સાત કિલોમીટરનું અંતર કાપીને સુરેશભાઈના ઘરે પહોંચી આવ્યા હતા અને બધા કપીરાજ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે સુરેશભાઈ છેલ્લા 17 વર્ષથી પોતાના ગામથી સાત કિલોમીટર દૂર આવેલા ભૂખેલ હનુમાનજીના મંદિરે દર શનિવારે જતા હતા અને અહીં હાજર કપીરાજને તેઓ બિસ્કીટ જમાડતા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે આ વાતની ચર્ચા સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*