કપાતર કાર ચાલકે રસ્તાની બાજુમાં શાંતિથી સૂતેલા માદા કુતરા સાથે કંઈક એવું કર્યું કે… વિડીયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. જેમાં એક કપાતર કાર ચાલકે રસ્તા ઉપર સૂઈ રહેલા માસુમ કૂતરા(Innocent dog) સાથે કંઈક એવું કર્યું કે વિડિયો જોઈને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો. આ ઘટનામાં એક કાર ચાલકે રસ્તાના કિનારે શાંતિથી સુઈ રહેલા માદા કુતરા ઉપર કાર ચડાવી દીધી હતી.

જેના કારણે માદા કૂતરાનું રીબાઇ રિબાઈને મોત થયું છે. સમગ્ર ઘટના બન્યા બાદ પ્રાણીપ્રેમી વિરેન્દ્ર શર્મા નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે કારના નંબરના આધારે અજાણ્યા કારચાલક વિરોધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કાળજુ કંપાવી દેનારી ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર બે જૂન 2023 ના રોજ સવારના સમયે UP 24 AS 0174 નંબરના કાર ચાલકે રસ્તાના કિનારે સુતેલી માદા કુતરા ઉપર કાર ચડાવી દીધી હતી. કારની નીચે ચુંદાઈ જતા માદા કુતરાનું મોત થઈ ગયું છે. આ સમગ્ર ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે કાર ચાલકે જાણી જોઈને માદા કુતરા ઉપર કાર ચડાવી દીધી છે. સમગ્ર ઘટના બન્યા બાદ આ મામલાની માહિતી પ્રાણીપ્રેમીએ પોલીસ સ્ટેશનમાં આપી હતી. ત્યારબાદ પોલીસે માદા કૂતરાનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ માદા કૂતરાને જમીનમાં દાટી દેવામાં આવ્યું છે. પોલીસે આજરોજ આ બનાવ અંગે ગુનો નોંધ્યો છે.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક ની શોધ કોણે શરૂ કરી દીધી છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. મિત્રો વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને તમે જ કહો કે આવા લોકો સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*