હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો..! ગોંડલમાં ખેતરમાં કામ કરતા પિતાની નજરની સામે એકના એક 13 વર્ષના દીકરાનું મોત… ખેતરની અંદર કંઈક એવું બન્યું હતું કે સાંભળીને…

Published on: 6:44 pm, Sat, 3 June 23

ગોંડલ(Gondal)માં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પિતાની નજર સામે દીકરાનું કમકમાટીભર્યું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો ગોંડલ તાલુકાના નવાગામની સીમામાં આવેલા ખેતરમાં એક વ્યક્તિ રોડાવેટર ચલાવી રહ્યા હતા.

ત્યારે રોડાવેટરની ઉપર ચડેલા દીકરાનો પગ લપસી ગયો હતો અને પિતાની નજર સામે દીકરો રોડાવેટર મશીનમાં આવી ગયો હતો. જેના કારણે દીકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું. એકના એક દીકરાનું મોત તથા જ પરિવાર અને અન્ય ગામ લોકોમાં માતમ છવાઈ ગયો છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો ગોંડલના ગોમટા નજીક આવેલા નવા ગામમાં રહેતા દિનેશભાઈ રૈયાણી નામના વ્યક્તિ સાંજના સમયે પોતાના ખેતરમાં ટ્રેક્ટરની પાછળ રોડાવેટર ફેરવી રહ્યા હતા. આ દરમિયાન દિનેશભાઈનું 13 વર્ષનો દીકરો શ્યામ પાછળથી રોડાવેટર ઉપર ચડવા ગયો હતો.

રોડાવેટર ઉપર ચડતી વખતે શ્યામનો પગ લપસી ગયો હતો અને તે રોડાવેટરની જ પેટમાં આવી ગયો હતો. જેના કારણે શ્યામનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પિતાની નજર સામે જ દીકરાનું મોત થતા પિતા હૈયાફાટ રૂદન કર્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ શ્યામના મૃતદેહ ને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

દિનેશભાઈ ને સંતાનમાં બે દીકરીઓ અને તથા શ્યામ એકનો એક પુત્ર હતો. પરિવારના એકના એક દીકરાનું અને બે બહેનોના એકના એક ભાઈનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ બનાવ બનતા જ નવાગામમાં માતમ છવાઈ ગયો હતો. માત્ર 13 વર્ષના દીકરાની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો..! ગોંડલમાં ખેતરમાં કામ કરતા પિતાની નજરની સામે એકના એક 13 વર્ષના દીકરાનું મોત… ખેતરની અંદર કંઈક એવું બન્યું હતું કે સાંભળીને…"

Leave a comment

Your email address will not be published.


*