ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે કાંકરેજમાં બનેલી વધુ એક હાર્ટ એટેક ની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. કાંકરેજ તાલુકાના અરુણીવાડા ગામના 38 વર્ષના વ્યક્તિનું અચાનક જ છાતીમાં દુખાવો થયા બાદ મોત થયું હતું.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ નટવરભાઈ નાઈ હતું અને તેઓને વહેલી સવારે અચાનક જ છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. તેમને છાતીમાં ખૂબ જ વધુ પડતો દુખાવો થતાં તેમને આ વાતની જાણ પરિવારના સભ્યોને કરી હતી. એટલે પરિવારના સભ્યો નટવરભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા નટવરભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નટવરભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાત રાજ્યમાં આપેલા પણ આવી ઘણી અવારનવાર ઘટનાઓ બની ગઈ છે.
ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ સૌ પ્રથમ મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધ્યા હતા અને પછી હવે બાળકો અને નાની ઉંમરના યુવકોમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. સતત વધતી જ હાર્ટ એટેકની ઘટનાના કારણે ગુજરાતની જનતા ચિંતામાં મુકાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment