બાઈકની પાછળ કૂતરું પડતા બાઈક સવાર યુવકને નડ્યો ભયંકર અકસ્માત… યુવકનું કરુણ મોત…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો કે તસવીરો વાયરલ થતી હોય છે. જેને જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત રખડતા ઢોરોનો વિડીયો વાયરલ થતો હોય છે જેમાં ઢોરોના ત્રાસ ને કારણે લોકો પોતાના જીવ ગુમાવે છે.

રખડતા ઢોરો બાદ હવે લોકો કુતરાના ત્રાસનો પણ ભોગ બની રહ્યા છે. જામનગર શહેરમાં નવ મહિનામાં 6896 લોકોને કુતરા કરડવાના બનાવો બન્યા છે. આ બનાવવામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો ઘણા લોકોને ઈજાઓ પહોંચી છે.

શહેરો અને ગામડાઓમાં કૂતરાઓ અને ઢોરોના ત્રાસના કારણે ગંભીર અકસ્માતો પણ સર્જાય છે. આ ગંભીર અકસ્માતોમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કુતરા કરડવાથી બચવા જતા અકસ્માતે યુવાનનું મોત થયું છે.

વિગતવાર જાણીએ તો શહેરના પોશ વિસ્તારમાં કૂતરાને કારણે અકસ્માત થતા બાઈક ચાલકનું મૃત્યુ થયું છે. રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ રતનસિંહ રાઠોડ નામના 42 વર્ષના યુવકનું અકસ્માત થતાં મોત નીપજ્યું છે. યુવક વિલકેશ્વરી વિસ્તારમાં પોતાના બાઈક પાછળ પડેલા કુતરા ને કારણે સ્પીડમાં બાઈક ચલાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જાવવાથી યુવાન બાઈક પરથી નીચે પટકાઈ જતા માથાના ભાગમાં ગંભીર ઈજા થતા મૃત્યુ નીપજ્યું છે. વાલકેશ્વરી નગરી રોડ પરથી બાઇકની પાછળ કુતરા દોડયા હતા. જેના કારણે યુવકે બાઇકની સ્પીડ વધારતા આ દુર્ઘટના ઘટી હતી અને જેમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*