સમગ્ર રાજ્યમાં કમો કે જે રાતો રાત સેલિબ્રિટી બની ગયો છે. અત્યારે એ વિદેશમાં પણ ફેમસ બની ગયો છે એટલું જ નહીં પરંતુ આ કમો તો હવે અમેરિકામાં પણ એટલો પ્રખ્યાત થઈ ગયો કે અમેરિકાથી તેને હવે ભેટ મળી રહે છે.ખરેખર સૌપ્રથમ તો કિર્તીદાન ગઢવી ના પ્રોગ્રામ માં કમો કે જે રસીયો રૂપાળો રંગ રેલીયો ગીતમાં નાચે ઉઠ્યો હતો.
ત્યારે કિર્તીદાન ગઢવી તેમને 2000 રૂપિયા આપ્યા હતા. એવામાં જ હાલ અમેરિકામાં વસતા ગુજરાતી હરિભાઈ કે જેમણે યાદ કરીને 500 ડોલરની ભેટ આપી છે. હાલ તો સમગ્ર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ડાયરો હોય કે ગમે તે કાર્યક્રમ હોય સાથે કલાકાર હોય ત્યાં કમા ની હાજરી જરૂર હોય છે.
અમેરિકામાં વસેલા એ ગુજરાતી હરિભાઈએ કમાને 500 ડોલરની ભેટ આપે છે. તે હાજર ન હોવા છતાં આ ભેટની જાહેરાત કરી દીધી છે. હાલ તો સમગ્ર રાજ્યમાં કમા ના વખાણ થઈ રહ્યા છે,ત્યારે તેની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ તે વધુ પ્રખ્યાત બની ચૂક્યો છે અને હવે તો કોઈપણ સ્થળે જુઓ ઉદ્ઘાટન હોય કે એવા પ્રકારના કાર્યક્રમ હોય ત્યારે કમાન બોલાવવામાં આવે છે.
આ કમાને લોકચાહ પણ હાલ આસમાને આવી રહી છે, ત્યારે કોઠારીયા ગામનો વતની જે મંદબુદ્ધિ આ કમો દરેક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો છે. સૌપ્રથમ તો કોઠારીયા ગામમાં એક કાર્યક્રમ દરમિયાન કિર્તીદાન ગઢવી ના લોકગીત પર કમાએ પોતાના આગવા અંદાજમાં ઠુમકા લગાવ્યા હતા.
ત્યારે જ કિર્તીદાન ગઢવીએ આ કમાની સાથે મુલાકાત થઈ અને સૌપ્રથમ 2000 રૂપિયા આપ્યા હતા અને એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.તેથી જ હાલ તો તેના લોક ચાહકો પણ વધી ગયા છે.
આ કોઠારીયા ગામનો વતની કમો જેની હાલ સમગ્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં વાહ વાહ થઈ રહી છે, ત્યારે તેનાથી પ્રસન્ન થઈને અમેરિકામાં વસતા એક ગુજરાતી ભાઈએ કમાને 500 ડોલર આપવાની જાહેરાત કરી છે, ત્યારે હવે કમાનું નામ ઓછું રહ્યું નથી તેમ પણ કહી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment