મિત્રો આજે આપણે રાતોરાત સેલિબ્રિટી બનેલા કમાભાઈ વિશે વાત કરવાના છીએ. હાલમાં સોશિયલ મીડિયામાં કમાભાઈ ચારેય બાજુ છવાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં નકરા કમાભાઈના જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા પણ સોશિયલ મીડિયામાં તમે કમાભાઈના ઘણા વાયરલ થયેલા વીડિયો જોયા હશે. કમાભાઈના વીડિયોમાં હવે લાખો વ્યુસ આવા મળ્યા છે.
મિત્રો તમે સોશિયલ મીડિયામાં કમા ના ડાન્સનો અને ઘણી રોયલ એન્ટ્રી ના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કમો આખ્યાન રમતો નજરે પડી રહ્યો છે. મિત્રો કમાભાઈ ની વાત કરીએ તો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ડાયરા કે કાર્યક્રમ હોય ત્યાં હવે કમાભાઈ ની હાજરી ફરજિયાત બની ગઈ છે.
એટલું જ નહીં પરંતુ હવે લોકો પોતાના દુકાનના ઉદ્ઘાટનમાં પણ કમાભાઈને મહેમાન તરીકે બોલાવે છે. કમાભાઈના માતા-પિતાએ જણાવ્યું હતું કે, કમાને નાનપણથી જ ડાયરા અને આખ્યાન જોવાનો ખૂબ જ શોખ છે. ત્યારે હાલમાં આપણને વાયરલ થયેલા વીડિયોમાં કમાભાઈ આખ્યાન રમતા જોવા મળી રહ્યા છે.
મિત્રો બોટાદમાં આખ્યાન રમાડવામાં આવ્યું હતું. અહીં કોઠારીયાના શ્રી રામદેવ રામામંડળએ આખ્યાન રમ્યું હતું. આ આખ્યાનમાં કમાભાઇએ ભાગ લીધો હતો. આ આખ્યાનમાં કમાભાઈ પીંગલગઢના રાજાનું પાત્ર ભજવે છે. કમાભાઈ ની એન્ટ્રી આખ્યાનમાં પડતા જ કમાભાઈ ઉપર પૈસા ઉડાડવા માટે લોકો સ્ટેજ પર આવે છે.
હાલમાં કમાભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. મિત્રો કમાભાઈનું આ એક નવું રૂપ જોઈને ઘણા લોકો તો ચોથી ઊઠ્યા છે.
કમાભાઈનું સપનું હતું કે તે આખ્યાન રમે ત્યારે કમાભાઇએ આખ્યાન રમીને પોતાનું સપનું પૂરું કર્યું છે. આટલું જ નહીં પરંતુ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આખ્યાન દરમિયાન ‘રેલગાડી આવી મુંબઈનો’ તેવું ગીત ગાવામાં આવે છે. આ ગીત પર કમો એક અનોખા અંદાજમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment