વડોદરા શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા કલ્પેશ ઠાકોર નામના યુવકે તૃષા સોલંકી નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ગણતરીની કલાકોમાં જ આરોપી કલ્પેશની ધરપકડ કરી લીધી હતી.
સુરતમાં દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર ફેનીલ ગોયાણી જેમ જ તૃષાનો જીવ લેનાર કલ્પેશ સાઈકો હોય તેવું લાગી રહ્યું છે. આરોપી કલ્પેશના હાવભાવથી એવું લાગતું નથી કે તેને દીકરી તૃષાનો જીવ લેવાનો કોઈ પણ પ્રકારનો પસ્તાવો હશે. દીકરી તૃષાનો જીવ લીધા બાદ આરોપી કલ્પેશ બિન્દાસ થઈને ઘરે જઈને આરામથી સુઈ ગયો હતો.
તેને દીકરી તૃષા નો ફોન બંધ કરી દીધો અને પોતાનો ફોન ચાલુ રાખીને સંતાડી દીધો હતો. આ ઘટના બન્યા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી. યુવતી ની પાસે મળેલા આધાર કાર્ડને આધારે પોલીસ યુવતીના ઘરે પહોંચી ગઇ હતી.
પરિવારજનોની પૂછપરછ કર્યા બાદ પોલીસે આરોપી કલ્પેશને દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી કલ્પેશ પોતાનો ગુનો કબૂલ કરતો ન હોતો. ત્યારબાદ પોલીસે કલ્પેશના મિત્રને તેની સામે ઊભો કરી દીધો અને ઘટનાસ્થળ પાસેના સીસીટીવી ફૂટેજ પણ તેને બતાવ્યા. ત્યાર બાદ આરોપી કલ્પેશ એ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
આરોપી કલ્પેશે દીકરી તૃષાનો જીવ લઈને તેની સ્કુટી રોડ પર એક કિલોમીટર દૂર મૂકી દીધી હતી. તુષાનો જીવ લીધા બાદ આરોપી કલ્પેશ તૃષાનો મોબાઈલ લઈને તેને બંધ કરી દીધો હતો. અને પોતાની બાઈકની નીચે સંતાડી દીધો હતો. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપી કલ્પેશે બાઇકમાંથી મોબાઈલ કાઢી આપ્યો હતો.
કલ્પેશએ પોતાનો મોબાઈલ ચાલુ રાખ્યો હતો આ કારણોસર પોલીસની કલ્પેશનું લોકેશન આરામથી મળી ગયું હતું. કલ્પેશ તુષાનો જીવ લીધા બાદ ઘરે જઈને આરામથી સુઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment