રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે…

Published on: 10:12 am, Fri, 25 March 22

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હજુ તો ઉનાળાની શરૂઆત થાય છે. ત્યાં રાજ્યની જનતા ભારે ગરમીથી પરેશાન થઈ ગઈ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીની સાથે સાથે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી શકે છે. અરબી સમુદ્રમાં ભેજ આવતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

આગામી બે દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળ્યો છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 48 કલાક અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

અમદાવાદ, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વાતાવરણમાં પલટો આવતા જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

અમદાવાદ અને સુરતમાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેને લઇને શહેરીજનોને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને કમોસમી વરસાદ આવવાનું ચિંતા સતાવી રહી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ પડયો તો ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે…"

Leave a comment

Your email address will not be published.


*