મિત્રો સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના વિશે સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. સુરત શહેરના અબ્રામા રોડ ઉપર જમના નામની ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં સૌની વ્હાલી એવી જમના નામની ગાયનું મૃત્યુ થતાં ગૌ પ્રેમીઓમાં માતમ છવાઈ ગયો છે. જમનાનું દુઃખદ નિધન થતાં જ ગૌશાળાના માલિક શનિભાઈ ભરવાડ જમના અને ગળે વળગીને ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો વાયરલ થયેલો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો તમે બધા પણ પ્રાર્થના કરો કે ભગવાને દ્વારકાધીશ જમનાની આત્માને શાંતિ આપે. એક મનુષ્યના મૃત્યુ બાદ તેની પાછળ જે પણ વિધિઓ કરવામાં આવતી હોય છે તે બધી વિધિ જમનાની પાછળ કરવામાં આવશે. જમનાના નિધન બાદ તેને દફનાવી દેવામાં આવી છે.
હવે જમનાની આત્માને શાંતિ મળે તે માટે તેની પાછળ પાણી ઢોળ અને ભજન કીર્તન કરવામાં આવશે. આવું સમગ્ર ગુજરાતમાં પહેલી વખત બનશે. ગાય માતા જમનાની વાત કરીએ તો, શની ભરવાડી પોતાની ગૌશાળાનું નામ પણ જમનાના નામ પરથી જ રાખ્યું હતું. જમનાએ 12 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો. 11 વખત જમનાએ વાછરડીને જન્મ આપ્યો હતો.
પછી જમના વાછડાને જન્મ આપે તે માટે ગૌશાળાના માલિક શનીભાઈ ભરવાડી માનતા પણ રાખી હતી. જમનાએ 12મી વખત વાછડાને જન્મ આપ્યો હતો. પરંતુ જ્યારે વાછડાનો જન્મ થયો ત્યારે જમનાના ગર્ભાશયના બટનને તૂટી ગયા હતા. જેના કારણે જમના બીમાર પડી ગઈ હતી અને તેને 4 દિવસ ખાવાનું પણ છોડી દીધું હતું.
પછી 23 ડિસેમ્બરના રોજ 11 વાગ્યાની આસપાસ જમનાનું દુઃખદ નિધન થયું હતું. જમનાનું નિધન થતા જ ગૌ પ્રેમીઓમાં માતમ છવાઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે શનિભાઈ ભરવાડને જમના પોતાના જીવ કરતાં પણ વધારે વાલી હતી. કારણકે એક વખત એક ગ્રાહક દ્વારા જમનાને 25 લાખ રૂપિયામાં માગવામાં આવી હતી.
“કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો” સુરતમાં “જમના” નામની ગાય માતાનું દુઃખદ નિધન થતા, “ગૌ પ્રેમી” શનિભાઈ ભરવાડ ચોધાર આસુએ રડી પડ્યા… વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે… pic.twitter.com/5X0ik7UXaD
— GUJJU ROCKZ (@gujju_rockz) December 29, 2022
આટલી મોટી રકમ મળતી હોવા છતાં પણ શનિવારે જમનાને આપવાની ના પાડી દીધી હતી. જમનાનું બારમું પણ કરવામાં આવશે. એક મનુષ્યના મૃત્યુ બાદ જે પણ વિધિઓ થતી હોય તે જમનાની પાછળ પણ કરવામાં આવશે. જમનાના મૃત્યુ બાદ ગૌશાળાના માલિક શનિભાઈ ઘણી જગ્યાએ દાન પણ કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment