અંબાણી પરિવારના ઘરે હરખના તેડા..! શ્રીનાથજી મંદિરમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની થઈ રોકા સેરીમની…રાધિકાના પિતા પર ભારતના…

Published on: 5:09 pm, Thu, 29 December 22

મિત્રો તમે ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશભાઈ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. મુકેશભાઈ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે હાલમાં તો અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડાક દિવસ પહેલા જ્યારે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પોતાના જુડવા બાળકોને લઈને ઘરે પહોંચી ત્યારે અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ત્યારે ફરી એક વખત અંબાણી પરિવારમાં હરખના તેડા આવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની રોકા સેરેમની કરવામાં આવી છે. બહુ જલદી બંને લગ્ન પણ કરી દઈશ. હાલમાં સોશિયલ મીડિયા પર આ નવા કપલના ફોટા ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.

તેમની વિધિ રાજસ્થાન સ્થિત શ્રીનાથજી મંદિરમાં કરવામાં આવી હતી. અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થયા છે. બંનેના લગ્ન ક્યારે થશે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એકબીજાને વર્ષોથી ઓળખે છે.

મિત્રો તમને જણાવી દે કે રાધિકા અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શન માં જોવા મળે છે. હવે બહુ જલદી રાધિકા મર્ચન્ટ પણ અંબાણી પરિવારની નાની વહુ બનશે. તો ચાલો જાણીએ રાધિકા મર્ચન્ટ કોણ છે. રાધિકા મર્ચન્ટ ભારતના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક વિરેન મર્ચન્ટની દીકરી છે.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

રાધિકાએ પોતાનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું અને ત્યાર પછી નો અભ્યાસ કરવા માટે તે ન્યૂયોર્ક ગઈ હતી. રાધિકા મર્ચન્ટે રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તેને પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી 2017 માં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ઈસ્પ્રાવા ટીમમાં જોડાઈ હતી. રાધિકા મર્ચન્ટ દેખાવમાં પણ ખૂબ જ સુંદર દેખાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અંબાણી પરિવારના ઘરે હરખના તેડા..! શ્રીનાથજી મંદિરમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની થઈ રોકા સેરીમની…રાધિકાના પિતા પર ભારતના…"

Leave a comment

Your email address will not be published.


*