મિત્ર સોશિયલ મીડિયાની દુનિયા ઉપર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે આજે એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. મિત્રો તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કાચીડો પોતાની ઈચ્છા પ્રમાણે પોતાનો રંગ બદલી શકે છે.
આવી વાત આપણને ખોટી લાગતી હોય છે પરંતુ મિત્રો વીડિયો જોઈને તમને પણ આ વાત સાચી લાગવા લાગશે. સામાન્ય રીતે કાચીડો વૃક્ષોની છાલ, પાંદડા અને ડાળીઓના રંગમાં પોતાનો રંગ બદલીને છુપાતો હોય છે અને પોતાનો શિકાર કરતો હોય છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાચીડો કેવી રીતે પોતાના શરીરનું કલર બદલતો જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાચીડો અલગ અલગ કલરની પ્લાસ્ટિકની પાઇપ પરથી ઉપરની તરફ જતો જોવા મળી રહ્યો છે.
જેમ જેમ પ્લાસ્ટિકની પાઇપનો કલર બદલાય એમ એમ કાચીડો પોતાના શરીરનો કલર બદલે છે. સૌપ્રથમ કાચીડો બ્લુ કલરની પાઇપ ઉપર ચડે ત્યારે તે પોતાનો બ્લુ કલર કરી નાખે છે. ત્યારબાદ તે પીળા રંગની પાઇપ પર પહોંચે ત્યારે પોતાનો કલર પીળો કરી નાખે છે. આવી રીતે કાચીડો એક બે વાર નહીં પરંતુ પાંચ પાંચ વખત પોતાનો કલર બદલે છે.
આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાચીડો કેટલી ઝડપમાં પોતાનો કલર બદલતો જોવા મળી રહ્યો છે. રંગ બદલવાની સ્પીડ જોઈને તો ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે.
It’s changing colors like politicians. pic.twitter.com/0vbuKYUlGT
— Figen (@TheFigen_) November 16, 2022
વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @TheFigen_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 8 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે. વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment