આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક 17 વર્ષના કાર ચાલકે એક સ્કુટી બાઈક અને પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કુટી પર સવાર મહિલાની ત્રણ આંગળીઓ તેના શરીરથી અલગ થઈ ગઈ હતી.
આ ઉપરાંત બાઈક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તમામ લોકોએ ભેગા મળીને સગીર કારચાલકને પકડી પાડ્યો હતો. ત્યારબાદ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ભયંકર અકસ્માતની ઘટના જયપુરમાં ગુરૂવારના રોજ બપોરના સમયે માલવિયા નગર વિસ્તારમાં પ્રધાન માર્ગ પર બની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચલાવનાર સગીર અને વાહનના માલિક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ બની હતી. બપોરના સમયે એક ઝડપી કાર્ય વળાંક પર સૌ પ્રથમ એક સ્કુટી, ત્યારબાદ એક બાઈક અને પછી રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર લગાવી હતી.
જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બે યુવકો અને સ્કુટી પર સવારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
માત્ર 17 વર્ષના કાર ચાલકે 3 વાહનોને ઉડાડ્યા, ટક્કરના કારણે એક મહિલાની 3 આંગળીઓ કપાઈ ગઈ… જુઓ ભયંકર અકસ્માતના CCTV ફૂટેજ… pic.twitter.com/GoYuGopC6f
— GUJJU ROCKZ (@gujju_rockz) February 10, 2023
આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. ઘણા માતા પિતા હોય છે જેઓ નાની ઉંમરથી જ પોતાના દીકરા-દીકરીને બાઈક કે કાર ચલાવવા આપી દેતા હોય છે. જેના કારણે અમુક વખત આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment