મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટુંકાવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડાક દિવસોથી 10 થી 18 વર્ષની વચ્ચેના બાળકોની જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સોમવારના રોજ બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. સોમવારના રોજ અજમેરના જેપી નગર મદારમાં માત્ર 14 વર્ષની છોકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.
સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકો દીકરીને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું છે. દીકરીએ શા માટે આ પગલું ભર્યું તેનું કારણ જાણવાની પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનામાં મૃત્યુ પામેલી છોકરીનું નામ ત્રિશા હતું અને તેની ઉંમર માત્ર 14 વર્ષની હતી.
તે સોમવારના રોજ ઘરમાં હોલમાં ટેબલની મદદથી ગળાફાંસો ખાઈ લે છે. આ ઘટના બની ત્યારે ઘરમાં બીજું કોઈ હાજર ન હતું. થોડાક સમય બાદ ત્રિશાનો ભાઈ ઘરે આવે છે. ત્યારે તે પોતાની બહેનને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવે છે. ત્યાર પછી તે આ ઘટનાની જાણ પોતાના માતા પિતા અને પરિવારજનોને કરે છે.
તેથી પરિવારના લોકો દોટ મુકીને ત્યાં પહોંચે છે અને ત્રિશાને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે ત્રિશાને મૃત જાહેર કરી હતી. માત્ર 14 વર્ષની ત્રિશાનું મૃત્યુ થતાં પરિવારના લોકો અને અન્ય સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને ત્રિશા પાસેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. ત્રિશાએ કયા કારણોસર આ પગલું ભર્યું એની કોઈ પણ માહિતી સામે આવી નથી. ત્રિશાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાની કામગીરી પોલીસે શરૂ કરી દીધી છે. દીકરીના મૃત્યુ બાદ પરિવારના લોકોએ દીકરીની આંખો ડોનેટ કરીને માનવંતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment