આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં નાની નાની બાબતમાં ઘણા યુવાનો અને યુવતીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જુનિયર ડોક્ટરે પોતાનું જીવન અટકાવી લીધું છે આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું.
મૃત્યુ પામેલી જુનિયર ડોક્ટર ત્રણ વર્ષથી એમજીએમ મેડિકલ કોલેજમાં અભ્યાસની સાથે સાથે ઈન્ટર્નશિપ પણ કરી રહી હતી. મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાને સ્થળે પહોંચી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી.
સુસાઇડ નોટ માં જુનિયર ડોક્ટરે પોતાના જીવ ટુકાવાની વાતો લખી હતી. આ ઉપરાંત જુનિયર ડોક્ટરે સોસાયટીમાં લખ્યું હતું કે આઇ લવ યુ મમ્મી અને પપ્પા. સમગ્ર ઘટનાને લઈને જુનિયર ડોક્ટરના મિત્રોએ જણાવ્યું કે તે ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ઇન્દોરમાં બની હતી.
મળતી માહિતી અનુસાર ડોક્ટર અપૂર્વને રવિવારના રોજ સવારે 9.15 વાગ્યાની આસપાસ બેભાન હાલતમાં MY હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન અપૂર્વનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર અપૂર્વ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. મૃત્યુ પામેલી અપૂર્વના પિતા વકીલ છે. આ સાથે તેઓ ખેતી કામ પણ કરે છે.
મળતી માહિતી અનુસાર અપૂર્વની હોસ્ટેલના રૂમમાંથી એનેસ્થેસિયાના ઈન્જેક્શન અને અન્ય દવાઓ મળી આવી હતી. કદાચ ઓવરડોઝના કારણે અપૂર્વનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આઠ વાગ્યાની આસપાસ અપૂર્વની ઈમરજન્સી ડ્યુટી હતી. પરંતુ તે ફરજ પર પહોંચી ન હતી. જેના કારણે તેના સાથીઓ તેને સતત પૂર્ણ કરતા હતા. પરંતુ તે ફોન પણ ઉપાડતી ન હતી.
ઘણા સમય બાદ જ્યારે સાથીદારો હોસ્ટેલ રૂમમાં પહોંચ્યા ત્યારે હોસ્ટેલ રૂમમાં બેડ પર બેભાન અવસ્થામાં અપૂર્વ મળી હતી. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. અપૂર્વ એ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment