બોટાદમાં મોડી રાત્રે જાહેરમાં એક યુવક પર 5 વખત ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 10:15 am, Mon, 25 July 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે બદમાશોને કાયદા-કાનુન કે પોલીસનો ડર રહ્યો નથી. ત્યારે બોટાદ શહેરમાં મોડી રાત્રે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક પર 5 વખત ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

આ ઘટના બનતા જ બોટાદમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર મોહસીન નામના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. જૂની અદાવત મામલે મોહસીન પર પાંચ વખત ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

બોટાદ શહેરમાં ગત મોડી રાત્રે શહેરના નવાનાળા વિસ્તારમાં મોહસીન એક યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. એવું જાણવા મળી રહ્યું છે કે ત્રણથી ચાર લોકોએ જૂની અદાવત રાખીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બનતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ તથા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને બોટાદના ડીવાયએસપીએ જણાવ્યું કે, મોહસીન નામના યુવાન પર મોડી રાત્રે ગોળીઓ ચલાવવામાં આવી હતી

લગભગ પાંચ વખત મોહસીન પર ગોળી ચલાવવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, અગઝલ, સિરાજ, તારીખ અને ઈરફાન નામના ચાર વ્યક્તિઓ દ્વારા મોહસીન પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. મૃત્યુ પામેલો યુવક અને આરોપી યુવકો તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મોહસીન નામના વ્યક્તિનું આરોપી અફઝલ નામના વ્યક્તિની પત્ની સાથે આડા સંબંધ હતા અને તેની દાજ રાખીને મોહસીનનો લઈ લેવામાં આવ્યો છે. હાલમાં પોલીસની ટીમ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બોટાદમાં મોડી રાત્રે જાહેરમાં એક યુવક પર 5 વખત ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*