ભારત ઉપરાંત બ્રિટન,બેલ્જિયમ અને ફિલિપાઇન્સ ના નાગરિકોને ચીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.દુનિયાભરમાં કોરોના ફેલાવનાર ચીન હવે કોરોના ન ફેલાય તેવું કારણ આગળ ધરીને ઘણા દેશોના નાગરિકોને ચીનમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનના દૂતાવાસની વેબસાઈટમાં જિનપિંગની.
આ મહત્વપૂર્ણ નિર્ણય રજૂ કરવામાં આવ્યો હતો.ચીને પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ચીની દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ આ દેશના નાગરિકોને ચીન જવાની પરવાનગી આપશે નહીં અને ચીનમાં ફરીથી કોરોના ના કેસ વધશે તેવી ભીતિથી દુનિયા મોટો નિર્ણય લીધો હતો.
આ ઉપરાંત અમેરિકા,ફ્રાન્સ,જર્મની જેવા દેશોના નાગરિકો એ ચીનમાં આવવા માટે વિશેષ પ્રમાણપત્ર આપવું પડશે અને ખાસ હેલ્થ ચેકઅપ માંથી પસાર થવું પડશે.
ચીની અધિકારીઓને તેમને હેલ્થ આ બાબતે જરા પણ શંકા પડશે તો તેમને ચીનમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment