આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ બાબતે વીડિયોના માધ્યમને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત રાજ્યમાં ખૂબ જ દુઃખદ ઘટના ઘટી રહી છે. લઠ્ઠાકાંડના કારણે 25 થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. હજુ પણ 20 જેટલા લોકોની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે.
ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, જે ગામોમાં આ ઘટના બની છે, તે ગામના લેટરપેડ પર મહિનાઓ પહેલા લખીને આપ્યું હતું કે, અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂ વેચાઈ રહ્યો છે. જેથી અહીં લઠ્ઠાકાંડ થવાની શક્યતાઓ છે. અહીં ખૂબ જ ઝઘડાઓ થાય છે. છતાં પણ સરકાર તરફથી તેના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, આ ઘટના ગુજરાતમાં પહેલીવાર ઘટી નથી. જ્યારથી ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન આવ્યું છે, ત્યારથી દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવી છે અને લોકોના મૃત્યુ થયા છે.
ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, આજે ગુજરાતમાં 25 થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાની જાણ થતા ખૂબ જ દુઃખ થાય છે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે આ ઘટનામાં સંપૂર્ણ બેદરકારી ભાજપની સરકારની છે. આ ઘટના પરથી ખબર પડી છે કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ચલાવતા આવડતું નથી, રાજ્યની જનતાની સુરક્ષા જાળવતા આવડતું નથી.
ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, હું ગુજરાતની સલામતી માટે ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી વતી ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રીનું નૈતિકતા ધોરણે રાજીનામું માંગુ છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment