અહીં મળશે ફક્ત 100 રૂપિયામાં જીન્સ, એશિયાનું સૌથી મોટું માર્કેટ છે…

આજ કાલની વાત કરીએ તો યંગસ્ટર થી લઈને વૃદ્ધ લોકો પણ જીન્સ પહેરી રહ્યા છે અને યંગસ્ટર માટે તો આજે જીન્સ જરૂરીયાત બની ગઈ છે. તેમજ ફક્ત યુવાનો માટે જ નહીં પરંતુ દરેક ઉંમરની વ્યક્તિ માટે જીન્સ બની રહ્યા છે. તો પછી યુવતી હોય કે યુવક બંનેને જીન્સ વધારે ગમી રહ્યા છે.

આ ઉપરાંત જીન્સમાં દિવસેને દિવસે નવી નવી વેરાઈટી ઓ આવતી જાય છે. આ ઉપરાંત આટલી લોકપ્રિયતા છે કે તેના ભાવમાં પણ ઘટાડો થતો નથી. હાલના સમયમાં કોઈપણ પ્રકારનું સામાન્ય જીન્સ લેવા જાવ તો 600 થી 800 રૂપિયા સુધીમાં મળી રહે છે.

ત્યારે ભારતમાં જ એક એવી જગ્યા આવેલી છે જ્યાં એશિયાની સૌથી મોટી માર્કેટ ભરાય છે. મળતી માહિતી મુજબ આ માર્કેટમાં જીન્સ તમને ફક્ત આ 100 રૂપિયામાં જ મળી શકે છે. આ માર્કેટમાં તમને મોંઘામાં મોંઘું થયું 500 રૂપિયા આસપાસ મળી રહેશે.

તમને આ જાણીને નવાઈ લાગશે? પરંતુ આ હકીકત છે. આ જીન્સ તમને નવી દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં આસામ બ્રધર્સની જીન્સ કંપની છે. અને તે જગ્યાએ તેમની ફેક્ટરી પણ છે. આ ઉપરાંત આઉટલેટ પણ છે. તે જગ્યાએથી તમે હોલસેલ કે રીટેલ ના ભાવે જીન્સ ખરીદી શકો છો.

આ જગ્યા પર તમે 1 જીન્સ લો કે 100 જીન્સ લ્યો પરંતુ તમને તેનો ભાવ હોલસેલ રેટ માં જ મળશે. એટલે તમને અહીં જીન્સ ખરીદવા પર ખૂબ જ ફાયદો થઈ શકે છે. મોટેભાગના હોલસેલ વેપારીઓ અહીંથી જ જીન્સ ખરીદે છે. આ જગ્યા પર બાળકોના જીન્સ ની કિંમત 100 રૂપિયા થી શરૂ થાય છે.

તેમાં જ યુવકોના જેન્સ ની કિંમત 200 રૂપિયાથી શરૂ થાય છે. આ બાળકોના જીન્સમાં 300 કરતાં પણ વધારે વેરાઈટી મળી રહેશે તેમ જ યુવકોના જીન્સમાં 200થી વધારે વેરાયટીઓ મળી રહેશે.

કંપનીના માલિક અમરજીત સિંહ ના કહેવા મુજબ તેઓ સમગ્ર દેશમાં જીન્સ નું વેચાણ કરે છે. આ ઉપરાંત તેઓ જીન્સના કલર અને કાપડ બંનેની ગેરંટી આપે છે. છતાં પણ ત્યાં આટલી સસ્તી જીન્સ મળી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*