શું આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘરખમ વધારો? અત્યારે જ જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ…

Published on: 3:39 pm, Mon, 26 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ નો ભાવ ની સપાટીએ પહોંચ્યો છે. આ ઉપરાંત મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ત્યારે આજરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

દેશમાં છેલ્લા નવ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 89.87 રૂપિયા છે.

દેશમાં મે મહિના બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો 42 દિવસમાં પેટ્રોલમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.54 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.71 રૂપિયા છે.

સુરતના પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.39 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.59 રૂપિયા છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.09 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.25 રૂપિયા છે. રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.25 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 96.45 રૂપિયા છે.

ઉપરાંત દેશમાં 19 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જેમાં ઉત્તર પ્રદેશ કર્ણાટક રાજસ્થાન મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ તમિળનાડુ મહારાષ્ટ્ર દિલ્હી જમ્બૂ કશ્મીર હરિયાણા ઓરિસ્સા બિહાર કેરળ લદાખ સિક્કિમ પંજાબ અને નાગાલેન્ડ નો સામેલ છે.

મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.83 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.45 રૂપિયા છે. પેટ્રોલ-ડીઝલમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.