નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચે થયેલા વિવાદથી ગુજરાત રાજકારણમાં મોટી અસર જોવા મળી છે. આ પહેલા પણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહત્વનું નિવેદન આ મુદ્દે આપ્યું હતું. વિજય રૂપાણી સરકારમાં મંત્રી પદે રહેલા જયેશ રાદડીયા એ નિવેદન આપ્યું છે અને આ વિવાદને લઈને તેમને દુઃખ વ્યક્ત કર્યું છે.
જયેશ રાદડિયાએ કહ્યું કે, નારણભાઈ અને નીતિનભાઈ વચ્ચેના વિવાદનું કારણ હું જાણતો નથી.નારણભાઈએ જણાવ્યું હતું કે, નીતિનભાઈ જ્યારે ગાંધીનગરમાં હતા એ સમયે અમે જતા ત્યારે અમારી સામું પણ જોતા ન હતા. આ વાતનું દુઃખ થયું અને આ પ્રકારે ટ્વીટ કર્યું હતું.
સૌરાષ્ટ્રના લોકો ને ચોર કહેવામાં આવ્યા હતા અને સામ સામે આક્ષેપબાજી ની એક દૌર જોવા મળ્યો હતો. ખેડૂતોના હિતમાં આગામી દિવસોમાં નિર્ણય લેવા એ માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક નવી ટીમ ઉતારવામાં આવી છે. જયેશ રાદડિયાએ બંને વચ્ચે ચાલી રહેલા વિવાદ પર દુખ વ્યક્ત કર્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment