હાલમાં એક રુવાટા ઉભા કરી દેનારી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રક અને કારની સામ સામે ટક્કર થતા ગંભીર અકસ્માતો સર્જાયો હતો. જેના કારણે ITBP ના હેડ કોન્સ્ટેબલ અને તેની પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. હેડ કોન્સ્ટેબલ તેની પત્ની સાથે સાસરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો.
આ ગંભીર અકસ્માતની ઘટના જયપુર-બિકાનેર બાયપાસ રોડ પર મંગળવારના રોજ બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. જવાન અને તેમની પત્નીનું મૃત્યુ થતાં ત્રણ વર્ષની દીકરીએ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી છે. દીકરી નસીબદાર હતી કે તે શાળાએ ગઈ હતી. દંપતી તેને સાથે ન લાવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી આવી હતી.
બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહ ઘરે પહોંચ્યા ત્યારે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં ITBPમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 24 વર્ષે અશોક અને તેમની 22 વર્ષે પત્ની અંકિતાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
હેડ કોન્સ્ટેબલ અશોક પોતાની પત્ની સાથે કારમાં ગોકુલપુરાથી તેના સાસરે લક્ષ્મણગઢ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સામેથી આવતા ટ્રક સાથે તેમની કારની જબરદસ્ત ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટના બની આબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા હેડ કોન્સ્ટેબલ અને તેમની પત્નીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ ત્યાં સુધીમાં તો બંનેના મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માત બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હેડ કોન્સ્ટેબલ અશોક અને તેની પત્નીના મૃત્યુના કારણે ત્રણ વર્ષની ગુડ્ડી નામની દીકરીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ ગુડ્ડી શાળાએ ગઈ હતી. તેથી અશોક અને તેની પત્ની તેને સાથે લીધા વગર સાસરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment