11 દિવસીય ‘રોજગાર ગેરંટી યાત્રા’ મોતીપુરા સર્કલ, હિંમતનગર થી શરુ થઈને વારાહી, પાટણમાં પૂર્ણ થશે: યુવરાજસિંહ જાડેજા

Published on: 3:24 pm, Wed, 24 August 22

આમ આદમી પાર્ટીના તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા સંબોધતા કહ્યું કે, બેરોજગારી એક ગંભીર મુદ્દો છે, બેરોજગારી યુવાનોની વ્યથા છે, વેદના છે તેનું તેમનું નિરાકરણ આવી શકે તે માટે અમે તારીખ 25 ઓગસ્ટ 2022 ના રોજ ઉત્તર ગુજરાતમાં રોજગારી ગેરંટી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. રોજગારી ગેરંટી યાત્રા ગુજરાતના ત્રણ જિલ્લાઓમાંથી નીકળશે. વધુમાં યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, 11 દિવસમાં અમે 42 કાર્યક્રમ યોજીશું અને યુવાનોની રોજગારી સંબંધિત વ્યથાઓ સાંભળશું. યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું કે, ગુજરાતમાં હાલમાં જે યુવાનો બેરોજગાર છે તેની નોંધણી કરીશું આમ અમે ઉત્તર ગુજરાતમાં બેરોજગાર નોંધણી મેળો શરૂ કરીશું. 11 દિવસીય રોજગારી યાત્રા મોતીપુર સર્કલ, હિંમતનગર થી શરૂ થઈને વારાહી, પાટણમાં પૂર્ણ થશે.

વધુમાં યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના યુવાનો માટે જે રોજગારીની ગેરંટી કાર્ડ આપ્યું છે તે જાણકારી ગુજરાતના દરેક યુવાનોને, દરેક ગામડાઓ, દરેક શહેરો સુધી પહોંચાડશે. ભાજપ દ્વારા લોકોને જે ખોટી જાણકારી આપવામાં આવી રહી છે. તેના વિશે ગુજરાતની જનતાને સાચી માહિતી આપીશું કે કેવી રીતે 1000000 સરકારી નોકરી શક્ય છે.

વધુમાં વાત કરતા યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું કે, અત્યાર સુધી ભૂતકાળની પરીક્ષાઓમાં ધોરણ 12 ના પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ સામેલ છે. તેના પર હજુ સુધી કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી. આ લોકો ઉપર જલ્દીમાં જલ્દી એક્શન લેવામાં આવે તેની ગુજરાતના દરેક યુવાનો માંગણી કરી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં જે બેરોજગારી દર છે તે ખોટો દર્શાવવામાં આવી રહ્યો છે. બેનરો ઉપર જે બેરોજગારીનો દર દેખાડવામાં આવ્યો છે તેના કરતાં ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ જ અલગ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "11 દિવસીય ‘રોજગાર ગેરંટી યાત્રા’ મોતીપુરા સર્કલ, હિંમતનગર થી શરુ થઈને વારાહી, પાટણમાં પૂર્ણ થશે: યુવરાજસિંહ જાડેજા"

Leave a comment

Your email address will not be published.


*