ગુજરાતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના જામનગરમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં 24 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ઘટના બનતા જીવનના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. યુવકનું અચાનક જ હૃદય બંધ થઈ ગયું હતું અને ત્યાર પછી તેનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર યુવકને તાવ શરદી સંબંધીત શારીરિક તકલીફ હોવાના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં અચાનક જ યુવકને છાતીમાં દુખાવો પડ્યો હતો અને પછી તેનું આટાટેક આવવાના કારણે મોત થયું હતું.
આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ રવિ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. રવિનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. રવિ કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને તેને BCAનો અભ્યાસ કરેલો હતો. જાણવા મળી રહ્યું છે કે, અચાનક જ રવિને અચાનક જ હોસ્પિટલમાં છાતીમાં દુખાવો પડ્યો હતો અને પછી તેનું કરુણ મોત થયું હતું.
ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટના દિવસેને દિવસે ચિંતાનો વિષય બનતી જાય છે. હાલમાં તો નવરાત્રી ચાલી રહી છે. આ સમયમાં ગરબે રમતા ખેલૈયાઓને પોતાના સ્વાસ્થ્યની ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. ગરબા રમતી વખતે શરીર ઉપર કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તરત જ કોઈ પણ પ્રકારની બેદરકારી દાખલિયા વગર ડોક્ટર પાસે જતું રહેવું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment