જો વાત ગુજરાત અને ગુજરાતના લોકોની કરવામાં આવે તો તેઓ તેમના જે તે કામમાં મહારત ધરાવતા હોય છે. પછી ધંધો હોય કે પછી બીજો કોઈ પણ વ્યવસાય હોય, ગુજરાતીઓ ક્યાંય પણ પાછા પડતા હોતા નથી. તેવી જ રીતે હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે જોયા બાદ તમને પણ બે ઘડી વિશ્વાસ નહીં આવે.
આમ તો તમે દુનિયાના ચાર નંબરના અમીર વ્યક્તિ એટલે કે બિલ ગેટ્સને ઓળખતા જ હશો. હાલ જે વિડિયો સામે આવી રહ્યો છે તેમાં તેઓ ગરમાગરમ ખીચડી ને પોતે બનાવીને તેનો સ્વાદ માણતા નજર આવે છે. આ વિડીયો વિશે વિગતે જણાવીએ તો વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલ ગેટ્સ અને સ્મૃતિ ઈરાની જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે માઈક્રોસોફ્ટ ના સ્થાપક સ્મૃતિ ઈરાની સાથે ‘પોષણ દ્વારા સશક્તિકરણ’ અભિયાનમાં જોડાયા હતા. આ પછી બંને એ ભારતના સુપરફુડ ખીચડી તૈયાર કરી હતી. તેના વિશે વિગતે માહિતીઓ પણ આપી હતી, એટલું જ નહીં બિલ ગેટ સે એક બાળકના અન્નપ્રાશન સંસ્કાર પણ કર્યા હતા.
તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાસેથી શ્રી અન્ના ખીચડી રાંધવાની પદ્ધતિ શીખી અને તડકા પણ લગાવી હતી જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. તો વળી આ વીડિયોમાં જોવાથી લાગી રહ્યું છે કે બિલ ગેટ્સ માટે ખીચડી બનાવી અને તેને તડકો લગાવો સરળ ન હતો. જો કે તેમની આ મુશ્કેલી સ્મૃતિ ઈરાની માર્ગદર્શન આપીને દૂર કરતા હતા.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એકવાર તડકા તૈયાર થઈ ગયા પછી સ્મૃતિ ઈરાની એ તેને ઠાલવ્યો. બાજરી ની ખીચડી થી ભરેલો વાસણ અને બિલ ગેટ્સે તેને સારી રીતે મિક્સ કર્યું. આમ જે બાદ બીલગેટ્સ ગરમાગરમ ખીચડીનો સ્વાદ માણતા નજર આવી રહ્યા છે.
Recognising the Super Food of India and its POSHAN component..
When @BillGates gave tadka to Shree Ann Khichdi! pic.twitter.com/CYibFi01mi
— Smriti Z Irani (@smritiirani) March 2, 2023
તમને આ સાથે જણાવી દઈએ કે આ વિડીયો સ્મૃતિ ઈરાની એ પોસ્ટ કર્યો હતો. બે માર્ચ શેર કરવામાં આવેલી એક મિનિટની ક્લિપને માઈક્રો બ્લોગિંગ સાઈટ પર અત્યાર સુધીમાં એક લાખથી વધુ વખત જોવામાં આવી છે. ટ્વીટર પર લોકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી છે આમ જેમાંથી એક યુઝરે લખ્યું આખરે ખીચડીમાં સ્વાદ આવ્યો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment