ગુજરાત સહિત સમગ્ર દેશભરના અનેક રાજ્યોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં તો ધોધમાર વરસાદ પડવાના કારણે પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. આ કારણે રાજ્યની જનતાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે મધ્યપ્રદેશમાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.
તેમાં સતત વરસાદની વચ્ચે નર્મદાપુરમમાં એક બાઈક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, બાંખેડી વિસ્તારમાં બનેલા એક પુલ પર વહેતા પાણી વચ્ચે એક યુવક પુલ પરથી બાઈક પ્રસાર કરવાનો પ્રયાસ કરે છે.
પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે બાઈક ચાલક યુવક પોતાનું બેલેન્સ ગુમાવી દે છે. જેના કારણે પાણીના પ્રવાહમાં બાઈક ચાલક યુવક પોતાની બાઇક સાથે તણાઈ જાય છે. ત્યાં ઉભેલા કેટલાક લોકોએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.
આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા કેટલાક લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. આ ઘટના સોમવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ જિલ્લાના બાંખેડી વિસ્તારમાં ઓલ નદી પરના પુલ પર બની હતી. પાણીના જોરદાર પ્રવાહના કારણે યુવક બાઈક સાથે નદીમાં લગભગ 40 થી 50 ફૂટ સુધી તણાઈ ગયું હતું.
સારી વાત એ છે કે, નદીમાં તણાયેલો યુવક તરીને નદી કિનારે પહોંચી ગયો હતો.તેથી આ યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ યુવકની બાઈક પાણીમાં તણાઈ ગઈ છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ઉતાવળ કરવી ભારે પડી ગઈ…! પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે એક યુવક બાઈક સાથે નદીમાં તણાયો – જુઓ ઘટનાનો વિડીયો… pic.twitter.com/aVR86xtebU
— GUJJU ROCKZ (@gujju_rockz) July 12, 2022
આ ઉપરાંત સોમવારના રોજ રાત્રે નર્મદાપુરમમાં જ રસુલિય કંચનનગર નાળામાં એક સાત વર્ષનો બાળક તણાઈ ગયો હતો. આ બાળક હજુ પણ નથી મળ્યો તેની શોધખોળ ચાલુ છે. ભારે વરસાદના કારણે દેશના અનેક વિસ્તારોમાં આવા બનાવો બની રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલાય લોકોએ આવા બનાવમાં પોતાના જીવ ગુમાવ્યા હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment