સોશિયલ મીડિયા પર દરરોજ પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને તમે ખૂંખાર મગરના વિડીયો પર ખૂબ જ જોયા હશે. મિત્રો મગર એક એવું પ્રાણી છે, જે અચાનક જ સામે આવી ગયું હોય તો ભલભલા લોકોને છૂટી જતો હોય છે. પરંતુ ઘણા એવા આળવીતરા લોકો હોય છે.
જેઓ આવા ખતરનાક પ્રાણીની સળી કરીને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં શાંતિથી સૂતેલા મગરની ઊંઘ બગાડવી એક યુવકને ભારે પડી ગઈ હતી.
કારણકે ઊંઘ બગાડતા જ ગુસ્સામાં ભરાયેલા વગેરે યુવક સાથે કંઈક એવું કર્યું કે વીડિયો જોઈને ઘડીક વાર તો તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વિશાળ સ્વિમિંગ પૂલની બાજુમાં ખૂંખાર મગર આરામ કરતો જોવા મળી રહ્યો છે. મગરનું કદ ખૂબ જ લાંબુ છે.
આ દરમિયાન એક વ્યક્તિ ત્યાં પોતાના હાથમાં લાકડી લઈને મગર પાસે આવી પહોંચે છે. ત્યાર પછી તે વ્યક્તિ જરાક પણ ડર્યા વગર મગરની પીઠ થપથપાવવા લાગે છે અને મગરને હેરાન કરવાનું શરૂ કરે છે. થોડીક વાર બાદ મગરને તે વ્યક્તિ ઉપર ગુસ્સો આવી જાય છે અને અચાનક જ મગર તે વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કરે છે.
મગરને જોઈને તે વ્યક્તિ ડરીને બે-ત્રણ ડગલાં પાછળ ચાલ્યો જાય છે અને જેના કારણે તે ગોથું ખાઈ જાય છે. સદનસીબે આ ઘટનામાં તે વ્યક્તિનો જીવ બચી ગયો છે. વ્યક્તિ ગોથું ખાઈ ગયા બાદ વિડીયો પૂરો થઈ ગયો હતો. ત્યાર પછી શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થઈ રહેલો વિડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી રહી નથી.
View this post on Instagram
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર africsafaripalnet નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે આ વિડીયો અત્યાર સુધીમાં 11 લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને 50,000થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment