વાડીમાં કામ કરી રહેલા ખેડૂત સાથે અચાનક એવું બન્યું કે, પરિવાર પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો…4 દીકરીઓ પિતા વગરની થઈ ગઈ…

મિત્રો ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. અનેક જગ્યાએ તો પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ બની છે. ત્યારે આવી પરિસ્થિતિમાં શોર્ટ સર્કિટ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોબારી ગામે કરંટ લાગવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. ચોબારી ગામે પોતાની વાડીમાં કામ કરી રહેલા ખેડૂતને ચાલુ વરસાદે મોટર બંધ કરવી ભારે પડી જાય છે. કારણ કે ચાલુ વરસાદે મોટર બંધ કરવા છતાં ખેડૂતને જોરદાર કરંટ લાગ્યો હતો.

જેના કારણે ખેડૂતોનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બધા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા પરિવારના લોકો અને ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત ચોટીલા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ચોટીલા તાલુકાના ચોબારી ગામ ખાતે ગામની સીમા માં આવેલ ખેતરમાં વિનુભાઈ જાદવભાઈ નામના ખેડૂત પોતાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

વરસાદ શરૂ થતા જ વિનુભાઈ મોટર નું કનેક્શન બંધ કરવા માટે ગયા હતા. જ્યારે તેઓ મોટરનું કનેક્શન બંધ કરવા જાય છે ત્યારે તેમને જોરદાર કરંટ લાગે છે. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. વિનુભાઈ ના મૃત્યુના કારણે ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આ ઘટના બનતા જ નાના એવા ગામમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને ચોટીલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો વરસાદી માહોલમાં ઇલેક્ટ્રીક વસ્તુઓને અડતા પહેલા તેની તપાસ જરૂર કરવી. નહિતર આપણે એક નાનકડી આપણો જીવ જોખમમાં નાખી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*