પેપરમિલમાં કામ કરતા 22 વર્ષના યુવક સાથે અચાનક એવું બન્યું કે, વિધવા માતાનો એકનો એક સહારો છીનવાઈ ગયો…કારણ જાણીને હચમચી જશો…

મિત્રો વલસાડ જિલ્લામાં બનેલી એક દુઃખદ એક ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આવેલ NR અગ્રવાલ પેપર મિલમાં મેન્ટેનન્સ વિભાગમાં મેકેનિકલ તરીકે કામ કરતા 22 વર્ષા યુવકનું કરંટ લાગવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે. યુવકને એટલો જોરદાર કરંટ લાગ્યો હતો કે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે યુવકને કરંટ લાગ્યો ત્યારે અન્ય કામદારો યુવકની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ યુવકના પરિવારજનોને જતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યાર પછી યુવકના પરિવારજનોએ કંપનીના સંચાલકો સામે કામદારોની સુરક્ષામાં કંપનીઓ બેદરકારી દાખવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

મૃત્યુ પામેલા યુવકનું નામ દીપકુમાર ચીમનભાઈ પટેલ હતું. NR અગ્રવાલ નામની પેપરમીલ માં કામ કરતો હતો. દીપક પોતાનું કામ કરી રહ્યો હતો આ દરમિયાન તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ત્યારબાદ દીપને સારવાર અર્થે વાપીની ESIC હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરના તબીબોએ દિપને મૃત જાહેર કર્યો હતો. દીપના મૃત્યુના સમાચાર પરિવારના લોકોને મળતા પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. દીપનું મૃત્યુ થતા જ હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હતો. દીપના મૃત્યુ પછી પરિવારના લોકોએ આક્ષેપ કર્યા હતા કે કામદારોની સુરક્ષા માટે લેવામાં આવતા પગલાઓમાં કંપની સંચાલક દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે.

મૃત્યુ પામેલો દીપકુમાર મૂળ વાપી નજીકના કોચરવા ગામનો રહેવાસી હતો. દીકરાનું મૃત્યુ થતાં જ પરિવારનો આર્થિક સહારો છીનવાઈ ગયો હતો. દીપના મૃત્યુના સમાચાર સાંભળીને માતાને આઘાત લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર ઘણા સમય પહેલા દીપના પિતાનું અવસાન થયું હતું.

પરિવારમાં પિતાના અવસાન બાદ દીપ તેની માતાનો એક જ સહારો હતો. કુતરાના મૃત્યુની ખબર પડતા જ માથા પર વ્રજઘાત થયો હતો. એક વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો છીનવાઈ ગયો છે. ભરતી માહિતી અનુસાર આ ઘટના સવારે 10:00 વાગ્યાની આસપાસ બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*