હાલમાં ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા દેવાયત ખવડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેવાયત ખવડે થોડાક દિવસો પહેલા પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. ઘટનાના 10 દિવસ બાદ દેવાયત ખવડ અને તેના અન્ય બે સાથીદારોએ સામેથી આવીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.
પછી કોર્ટમાં પોલીસે રિમાન્ડ ન માંગી તેથી દેવાયત ખવડ અને તેના બે સાથીદારોને જેલમાં જવાનો વારો આવ્યો હતો. ત્યારે હાલમાં સમાચાર આવી રહ્યા છે કે દેવાયત ખવડ અને તેના અન્ય બે સાથીદારોની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. રાજકોટ એ ડિવિઝન પોલીસે દેવાયત ખવડ અને તેના અન્ય બે સાથીદારો વિરુદ્ધ IPC ની કલમ 120(બી)નો ફરિયાદમાં ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.
કોર્ટમાં પોલીસે તે રિપોર્ટ કર્યો છે તેમાં ફરિયાદી મયુરસિંહ રાણાની ઓફિસની પાસે આરોપીઓએ રેકી પણ કરી હતી તેવું સામે આવી રહ્યું છે. જેના પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. વિમાન દરમિયાન પોલીસે તમામ આરોપીઓને કાવતરું રચ્યું હતું કે નહીં તેના વિશે પૂછપરછ પણ કરી હતી.
જોકે પોલીસ ભુજ પર જ દરમિયાન દેવાયત ખવડ અને અન્ય બે આરોપીઓએ કાવતરું રચીને પ્રહાર કર્યા બાબતે સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો હતો. ત્યારે આરોપીઓ જેલ હવાલે થઈ ગયા બાદ પણ પોલીસ એક બાદ એક પુરાવા એકત્રીત કરી રહી છે. પોલીસે 20 ડિસેમ્બરના રોજ કોર્ટમાં કાવતરાની કલમ ઉમેરવા માટેનો રિપોર્ટ કર્યો છે.
પોલીસના સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવ્યા બાદ મયુરસિંહ રાણા ઉપર જીવલેણ પ્રહાર કરવામાં આવ્યો હતો. મયુરસિંહ રાણાની ઓફિસની નજીક આરોપીઓ રેકી કરી રહ્યા હોવાના બાબતના સીસીટીવી ફૂટેજ પણ તપાસ દરમિયાન પોલીસને મળ્યા છે.
સીસીટીવી ફૂટેજ સિવાયના પણ બીજા પુરાવા ઉપરથી સ્પષ્ટ થાય છે કે, આરોપીઓ દ્વારા સંપૂર્ણ પ્લાન બનાવીને પીડિત પર પ્રહાર કરવામાં આવ્યો હતો. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ સમગ્ર કેસને લઈને શું ફેસલો આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment