‘ભારત માતાની જય’ ના નારા સાથે આઝાદીની 75મી વર્ષગાંઠના ઉત્સવમાં તિરંગા યાત્રા નીકાળવાનો આનંદ છે: ‘આપ’

આઝાદીની 75 મી વર્ષગાંઠા પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. ઈશુદાન ગઢવીની સાથે પ્રદેશ કાર્યાલય ખાતે સેકડો કાર્યકરો પણ હાજર રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ રાષ્ટ્રગીત ગાયું અને ભારત માતાની જયના નારા લગાવ્યા. આ પહેલા ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ આઝાદીના 75મી વર્ષગાંઠા પર એક ભવ્ય કાર્યક્રમમાં પોતાની હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ ભારત દેશને વિશ્વમાં નંબર વન બનાવવાનો સંકલ્પ લીધો હતો.

આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના હાથમાં ભારત દેશની શાન એટલે કે રાષ્ટ્રીયધ્વજ લઈને દરેક જિલ્લામાં ભારત માતાકી જયના નારા સાથે આઝાદીની 75મી વર્ષગાંઠાના ઉત્સવમાં તિરંગા યાત્રા કાઢી હતી. રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, ભરુચ, જુનાગઢ, ભુજ સહિતના ગુજરાતના તમામ જિલ્લાઓમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. તિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સાથે શહેરના સ્થાનિક લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા વરસાદમાં પણ નિર્ધારિત સમયે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ની આગેવાની હેઠળ કારગીલ ચોક પીપલોદ થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. હા તિરંગા યાત્રામાં ગોપાલ ઇટાલીયા સહિત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, રાષ્ટ્રીય પરિષદ સભ્ય રાકેશ હિરપરા, સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, પ્રદેશ સંગઠન મંત્રી અને કામરેજ વિધાનસભાના ઉમેદવાર રામ ધડુક અને સેકડો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*