હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. છેલ્લા થોડા દિવસોથી સાપ કરડવાના કારણે મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મંગળવારના રોજ મોડી રાત્રે એક મહિલા અને તેના માસુમ દીકરાને ઝેરી સાથે ડંખ લગાવ્યો હતો. જેના કારણે મહિલાએ બૂમાબૂમ કરી હતી. મહિલાનો અવાજ સાંભળીને આસપાસના લોકો મહિલા પાસે એકઠા થઈ ગયા હતા.
ત્યારબાદ બધાએ ભેગા મળીને મહિલા અને તેના બાળકને તેજાજીની જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં એક કલાક સુધી ઝેર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા અને તેના બાળકની તબિયત વધુ બગડતા બંનેને કોટાની એમબીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. બંનેના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટના બુંદીના નમાના પોલીસ સ્ટેશનના આમલી ગામમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મંગળવારના રોજ સાંજે 07:00 વાગ્યાની આસપાસ ધર્મરાજ નામનો વ્યક્તિ નાઈટ ડ્યુટીમાં કારખાના પર ગયો હતો.
આ દરમિયાન તેની 28 વર્ષીય પત્ની મમતા અને 4 વર્ષીય દીકરો ક્રિષ્ના ઘરે હતા. માં દીકરો એક ખાટલા ઉપર સુતા હતા. ત્યારે લગભગ મોડી રાત્રે બંનેને એક ખતરનાક સાપે ડંખ લગાવ્યો હતો. જેના કારણે મમતાએ બુમબુમ કરી હતી. જેથી પરિવારના લોકો અને આસપાસના લોકો મમતા પાસે દોડી આવ્યા હતા.
ત્યારબાદ મમતા અને ક્રિષ્નાને સૌપ્રથમ સંબંધીઓ તેજાજીની જગ્યા પર લઈ ગયા હતા. આ ઘટનાની જાણ મમતાના પતિને કરવામાં આવી હતી તેથી તે પણ તાત્કાલિક તેજાજીની જગ્યા પર પહોંચી ગયો હતો. ત્યાં એક કલાક સુધી બંનેમાંથી ઝેર કાઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ બંનેની તબિયત વધુ બગાડતા માં અને દીકરાને પરિવારના લોકો સારવાર માટે કોટાની MBS હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. બંનેના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. મમતાના મૃત્યુના કારણે બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે ક્રિષ્નાના મૃત્યુના કારણે બે બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment