ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકાવવાની અને જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી જાય છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં પારિવારિક વિવાદોના કારણે કેટલીક વખત કેટલાક લોકો પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એવી જ એક ઘટના સામે આવી છે.
સુરતમાં શનિવારના રોજ એક યુવકે અમરોલીના બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવા જતો હતો. યુવક તાપી નદીમાં કુદી તે પહેલાં તો એક યુવકે તેને તાપી નદીમાં કૂદતા અટકાવ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં બ્રિજ પરથી તાપી નદીમાં કુદવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. આટલા માટે સુરતના મોટા ભાગના બ્રિજ પર લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે. ત્યારે શનિવારના રોજ એક યુવક અમરોલી બ્રિજ પર લાગેલી લોખંડની ગ્રીલ પર ચડીને તાપી નદીમાં કુદવા થતો હતો.
આ વ્યક્તિને જોઇને ત્યાંથી પસાર થઇ રહેલા બે વ્યક્તિઓ ત્યાં પહોંચી આવ્યા હતા. તેમાંથી એક વ્યક્તિએ ગ્રીલ પર ચડેલા વ્યક્તિનો પકડી લીધો હતો અને તેને તાપી નદીમાં કૂદવાથી અટકાવ્યો હતો. ત્યાર બાદ આસપાસના લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા.
ત્યારબાદ તે યુવકને સમજાવીને ત્યાંથી નીચે ઉતાર્યો હતો અને તેને ઘરે મોકલી દીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ઘરકંકાસથી કંટાળીને યુવક પોતાનું જીવન ટૂંકાવવા માટે અમરોલી બ્રિજ પર આવ્યો હતો. ઘરકંકાસથી યુવક ખૂબ જ કંટાળી ગયો હતો.
સુરતના અમરોલી બ્રિજ પરથી એક યુવક તાપી નદીમાં કૂદવા જતો હતો, ત્યારે થયું એવું કે – જુઓ વિડિયો pic.twitter.com/71T4s0hei5
— GUJJU ROCKZ (@gujju_rockz) June 13, 2022
તેના કારણે યુવક પોતાનું જીવન ટૂંકાવવા માટે મજબૂરી બની ગયો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈ લે યુવકનો જીવ બચાવનાર બે યુવકોની લોકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment