પિતાને થયું કે પુત્રીને કોક ઉઠાવી ગયુ પરંતુ પુત્રી જ્યારે પોતાના પ્રેમી સાથે ફેસબુક માં લાઈવ થઇ અને બોલી ઉઠી કે…

આ પ્રેમી પંખીડાઓ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વધુમાં વધુ લોકોએ વીડિયો ને શેર કર્યો છે.આ યુવતી હસતા હસતા ચોખ્ખા શબ્દોમાં કહી રહી છે કે તે પોતાની મરજીથી પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ છે અને હકીકતમાં આ મામલો બિહારના પૂર્ણિયા જિલ્લાનો છે.

ત્યાંના રહેવાસીઓ રંજન કુમારે 18 ડિસેમ્બરે પોતાની પુત્રીને જબરદસ્તી કોક ઉઠાવી ગયા નો  મામલો નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.રંજન કુમાર ફરીયાદમાં જણાવ્યું કે મોડી રાતે ત્રણ બાઇક સવાર ઘરમાં ઘૂસયા અને પોતાની પુત્રીને ઉચકીને લઈ ગયા.પિતાનું કહેવું છે કે આ સમયે તેઓ દિલ્હીમાં ઈલાજ માટે ગયા હતા.

તેનો ફાયદો ઉઠાવીને આ લોકો મારી પુત્રીને ઊંચકી ને લઇ ગયા હતા પરંતુ વાયરલ થઇ રહેલા વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે યુવતી પોતાની મરજીથી ઘરેથી નીકળી છે

અને તેને કોઈ ઉચકીને લઇ ગયા નથી. વીડિયોમાં બંને ખુશ નજર આવી રહ્યા છે પણ પોલીસ તપાસ કરી રહી છે કે વિડીયો કદાચ યુવતીને કોઈ દબાવ માં તો નથી બનાવ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*