મિત્રો અમુક વખત આપણી ઉતાવળ આપણને ખૂબ જ ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી કેવી છે કે ઘટના સામે આવી છે, આ ઘટનામાં બે યુવકોને ઉતાવળ કરવી ભારે પડી ગઈ છે. દેશના મોટેભાગના રાજ્યોમાં સારો એવું વરસાદી માહોલ જામ્યો છે.
અનેક જગ્યાએ ભારે વરસાદ પડવાના કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે અને નદીના પાણી રોડ પર વહેવા લાગ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં બનેલી એક ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર સવાર બે યુવકો પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે.
આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહમાં બંને યુવકો બાઇક સાથે જણાવવા લાગ્યા હતા. પરંતુ સદનસીબે બ્રિજની પાસે ઉભેલા યુવકોએ હાથ આપીને બંને યુવકોને બચાવી લીધા હતા. આ ઘટનામાં બાઈક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે પુલ ઉપરથી ખૂબ જ જોરદાર પ્રવાહમાં પાણી જઈ રહ્યું છે. આ દરમિયાન બે યુવકો ઉતાવળ કરીને પાણીના જોરદાર પ્રવાહો વચ્ચે બાઈક લઈને પુલ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ પાણીના જોરદાર પ્રવાહમાં બંને યુવકો તણાવવા લાગે છે.
આ દરમિયાન આજુબાજુ ઉભેલા લોકો હિંમત કરીને પાણીમાં તણાઇ રહેલા બંને યુવકોને બચાવવાનો પ્રયાસ કરે છે. અન્ય યુવકો હાથ આપીને બંને યુવકોને પાણીના જોરદાર પ્રવાહમાંથી બચાવી લે છે. પરંતુ બાઈક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. પુલના કિનારે ઉભેલા કેટલાક લોકોએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.
ઉતાવળ કરવી ભારે પડી ગઈ…! પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પુલ ક્રોસ કરતા બે યુવકો સાથે બન્યું એવું કે – વીડિયો જોઈ શ્વાસ અધ્ધર થઈ જશે… pic.twitter.com/66zMP8V8h3
— GUJJU ROCKZ (@gujju_rockz) July 23, 2022
હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.મિત્રો આ રીતની ઉતાવળ કોઈ દિવસ ન કરવી જોઈએ, કારણકે આપણી એક નાનકડી એવી ઉતાવળ આપણો જીવ જોખમમાં નાખી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment