ઇસુદાન ગઢવીએ અમદાવાદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને લોકોની સમસ્યાઓ જાણી…

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ અમદાવાદના નારોલ વિસ્તારના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. ઈશુદાન ગઢવી એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને રંગોલી નગરના લોકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઈશુદાન ગઢવીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ફરી એક વખત ભ્રષ્ટ ભાજપની પોલ ખુલી ગઈ છે. ભાજપ સરકારે પ્રિમોન્સૂનના નામે સમગ્ર ગુજરાતમાં એક પણ કામ કર્યું નથી. તે આજે સાબિત થઈ રહ્યું છે.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, રવિવારના રોજ ભારે વરસાદના કારણે સમગ્ર ગુજરાતની સ્થિતિ વસણી થઈ ગઈ હતી. તેમજ શહેરથી લઈને ગામડાના લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં અનેક લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ગુજરાતના ખેડૂતો પરેશાન છે, વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકો કામ પર જઈ શકતા નથી. ઉપરાંત બાળકોની શાળાઓ બંધ છે. લોકોના ધંધા-રોજગારી મુશ્કેલમાં છે.

વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ગુજરાતની જનતાને આટલી સમસ્યા હોવા છતાં પણ ભષ્ટ અને બેશરમ ભાજપ સરકાર હજુ ઊંઘમાં છે. જે રીતે સ્થિતિ બગડતી રહે છે તે પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકારે વરસાદ અને પૂરની સમસ્યાને ઊંચી વળવા માટે કોઈ વ્યવસ્થા કરી જ નથી. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ગુજરાતમાં સેકડો પરિવારો પાસે ખાવા માટે અનાજ નથી અને હવે લોકોને ભાજપ સરકાર પાસેથી કોઈ આશા નથી કારણ કે ગુજરાતની જનતાને વર્ષોથી આ રીતે ભાજપની અરાજકતથી વાકેફ છે.

ભાજપ સરકારે વિકાસના નામે માત્ર પ્રચાર જ કર્યા છે. પરંતુ પ્રચાર માટે નીકળેલા રથ પણ અનેક જગ્યાએ પાણીમાં ફસાઈ ગયા છે. વિકાસ રથ અને વિકાસયાત્રામાં ખર્ચવા માટે ભાજપ સરકાર પાસે પૈસા છે, પરંતુ રાજ્યની જનતાને પૂરતી બચાવવા માટે ભાજપ સરકાર પાસે પૈસા નથી અને કોઈ વ્યવસ્થા પણ નથી. ભાજપની સરકાર હંમેશા જનતાના પૈસા ખોટા પ્રચારમાં વ્યસ્ત કરી નાખે છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકરો ગુજરાતભરમાં વિવિધ પૂરગસ્ત વિસ્તારોમાં લોકોને બચાવવાના કામમાં લાગી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*