આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ ડોલરની સામે રૂપિયાની કિંમત ઘટવા પર વાત કરતા કહ્યું કે, હવે એક ડોલરની કિંમત લગભગ 80 રૂપિયા થઈ ગઈ છે. જે આપણા દેશ માટે ખૂબ જ મોટી ખતરાની ઘંટી છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે રૂપિયો નબળો પડતા આપણા દેશમાં ફુગાવો પણ વધશે અને ફોરેક્સ રિઝર્વ પર જોખમ પણ વધશે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે આઠ જુલાઈના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં દેશનું ફોરેક્સ રિઝર્વ $8 બિલિયન ઘટીને 15 મહિનાના સૌથી નીચા સ્થળ પર પહોંચી ગયું હતું.
ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે જેમ જેમ ડોલર મજબૂત થઈ રહ્યો છે, આપણે ગુડ ઓયલથી લઈને વિદેશી માલ સામાન્ય સુધીની કોમોડિટીઝ માટે સૌથી વધારે પૈસા ચૂકવવા પડશે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે, વેપારીઓની ખોટી વધી રહે છે, દિવસે અને દિવસે ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. આ તમામ બાબતો દર્શાવી રહી છે કે, ભાજપ સરકાર આર્થિક મોરચે સદંતર નિષ્ફળ રહે છે. જેના કારણે દેશની પ્રજાને સીધી તકલીફ પડી રહે છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, હજુ આગામી સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થવાની સંભાવનાઓ છે. જેની સિદ્ધિ અસર લોકોની આર્થિક પરિસ્થિતિ પર પડશે.
ઈશુદાન ગઢવી એ કહ્યું કે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તાની બહાર હતી ત્યારે તેઓ કહેતા હતા કે, દેશનો રૂપિયો નબળો પડવો એ નબળી સરકારની નિશાની છે. પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીને જ આ વાત યાદ રાખવાની જરૂર છે. એ સાચી વાત છે કે નબળો રૂપિયો દર્શાવે છે કે દેશમાં નબળી આર્થિક નીતિવાળી સરકારનું શાસન છે. ઈશુદાન ગઢવી વધુમાં જણાવ્યું કે એક તરફ આપણા દેશનું દેવું સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ આપણો રૂપિયો દિવસેને દિવસે કમજોર પડી રહ્યો છે. આ બાબત દર્શાવે છે કે, છેલ્લા આઠ વર્ષની ચાલી રહેલી ભાજપ સરકાર માત્ર પોતાના પ્રચાર અને લોકોનું ધ્યાન ભટકાવવાના મુદ્દાઓમાં જ વ્યસ્ત રહે છે.
ઈશુદાન ગઢવી એ કહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી 2014 માં સત્તામાં આવી ત્યારે ભારત દેશ ઉપર 56 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. ત્યારે આજે તે દેવું વધીને 139 લાખ કરોડનું થઈ ગયું છે. આ ઉપરાંત આપણું ગુજરાત રાજ્ય પણ દિવસેને દિવસે દેવામાં ડૂબી રહ્યું છે. આ ખૂબ જ ગંભીર બાબત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આર્થિક નીતિઓ જોઈને એવું લાગતું નથી કે તેઓ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કોઈ પગલું ભરવા માગે છે
ઈશુદાન ગઢવી એ કહ્યું કે આ વખતે હું માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાથે સહમત છું, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે નબળો રૂપિયો એ નબળી સરકાર દર્શાવે છે. તો હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સામે બહુ મોટો પડકારનો સમય આવી ગયો છે. કહેવાય છે કે અમેરિકામાં જોરદાર આર્થિક મંદી આવી શકે છે, મંદિર આવશે તો ભારત દેશ પણ તેનાથી બચી નહીં શકે. ભાજપ સરકારે હવે આર્થિક મોરચે છે કડક નિર્ણય લેવાની જરૂર છે. જેથી ભારતીય જનતા પાર્ટી નબળો રૂપિયો અને આવનારી મંદીથી જનતાને બચાવી શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment