ઈશુદાન ગઢવીએ કહ્યું કે, તૂટેલા રસ્તાઓ ને કારણે ભાજપનો વિકાસ રથ ભાજપના જ ભ્રષ્ટાચાર માં બલી ચઢી ગયો…

જેમ જેમ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે. તેમ-તેમ તમામ રાજકીય પાર્ટીઓ વચ્ચે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ ભાજપની વિકાસ યાત્રાના અભિયાન પર કટાશ કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દરેક યોજનાઓ નિષ્ફળ જાય છે તેવી જ રીતે આજે ભાજપનું વિકાસયાત્રાનું અભિયાન પણ ખરાબ રીતે નિષ્ફળ ગયું છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, જે સરકાર છેલ્લા 27 વર્ષથી ચાલી રહી છે, આજે તેઓ પોતાની 20 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે. રમુજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જનતાની સેવાતો નથી જ કરતી પરંતુ તે પોતાનો પ્રચાર કાર્યક્રમ પણ સફળ બનાવી શકતી નથી.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું, ભારતીય જનતા પાર્ટીએ 8 કરોડ ખર્ચીને 82 વિકાસ રથ દ્વારા પ્રચાર શરૂ કર્યો હતો. પરંતુ તેમની નબળી વ્યવસ્થાના કારણે તે રથ આજે કાદવમાં આટવાઈ ગયા છે અને પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આ લોકો ‘ડબલ એન્જિન કેમ્પેઈન’ નામનો નવો ખેલ શરૂ કરવાના છે. આજે ગુજરાતમાં પૂરમાં ફસાયેલા લોકોને સરકારની મદદની જરૂર છે, પરંતુ સરકાર તેમની મદદ કરવા બદલ તેના કામમાં વ્યસ્ત છે.

ઈશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, વિકાસયાત્રાની નિષ્ફળતા બાદ આજે ભાજપ પાસે ‘ડબલ એન્જિન કેમ્પેઈન’ નામનો બેકઅપ પ્લાન છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ અને બેશરમ સરકાર પાસે મુશ્કિલ પરિસ્થિતિઓમાં જનતાને બહાર કાઢવા માટે કોઈપણ પ્લાન અથવા તો બેકઅપ પ્લાન નથી. આજે એવું લાગી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીએ પ્રેમોન્સૂનના નામે ભ્રષ્ટાચાર કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાની સહેજ પણ કાળજી લેવામાં આવી નથી. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, આજે આ કપરા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ગાયબ થઈ ગયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓ દિવસ રાત લોકોને બચાવવાના કામમાં લાગી ગયા છે. કારણ કે આમ આદમી પાર્ટીને દરેક સભ્યોના જનતાની સેવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.

ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, અમારી ભાજપ સરકારને અપીલ છે કે વિકાસયાત્રા અને ડબલ એજન્સી સરકાર જેવા કાર્યક્રમો હવે બંધ કરવામાં આવે અને ગુજરાતની જનતાનું જીવન રાબેતા મુજબ લાવવા માટે ઝડપથી વ્યવસ્થા કરવામાં આવી. કારણકે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સતત લોકોનું જીવન સુધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તેઓ પૂરગસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ આપી રહ્યા છે. ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે સરકાર ભલે લોકો સુધી ન પહોંચે પરંતુ પોતાની જવાબદારી સમજીને આમ આદમી પાર્ટી એ ભૂતકાળમાં પણ લોકોની સેવા કરી છે અને આગળ પણ કરતી રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*