વરસાદી માહોલમાં એક ખેડૂતના મકાનની છત પર આરામથી બેઠા જોવા મળ્યા ‘જંગલના રાજા’… જુઓ ગીરના આ અદભુત નજારાનો વિડીયો…

Published on: 6:33 pm, Wed, 13 July 22

આપણે સમક્ષ ઘણા એવા અવનવા વિડીયો સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થતા નજરે કરે છે.એવામાં જ હાલ ગીર જંગલ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે જંગલના રાજા એવા ડાલમથા સિંહના ઠાઠ માઠના બે જુદાજુદા સ્થળના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જે જોઈને એ તસવીરો પણ કંઈક અલગ જ દેખાઈ આવે છે. ત્યારે હાલ વરસાદી માહોલમાં ખેડૂતો વાવણી કરવા માટે પોતાના ખેતરે જઈ રહ્યા છે.

ત્યારે સિંહો ખેડૂતના મકાનની છત ઉપર બેસી આરામ ફરમાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ બીજા પશુનો મારણ કરી મિજમાની માણી રહેલા સિંહો પોતાની ભૂખ સંતોષી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ ગીર જંગલ વિસ્તારમાં વરસી રહેલા સતત વરસાદને કારણે પ્રકૃતિ સોળે ખીલી ઉઠી હતી અને બીજી બાજુ વન્ય પ્રાણીઓની ચહલ પહલ પણ જોવા મળી હતી.

એવામાં જ બે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જંગલના રાજા એવા દાલ મથ્થા સિંહ ના બે વિડિયો મારફતે વાયરલ થયેલા નજરે પડ્યા. જંગલ વિસ્તારના બોર્ડર પરના બે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના મકાનના છત પર સિહોર મજા કરતા નજરે પડ્યા છે.એટલું જ નહીં પરંતુ મકાનની પતરાની છત પરથી આરામ કરી રહ્યા છે. એક બાજુ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

તો બીજી બાજુ આ સિંહો પોતાની મજા મળી રહ્યા છે, ત્યારે કહેવાય છે ને કે સિંહને સિંહાસનની જરૂર હોતી નથી અને સિંહ જ્યાં બેસે ત્યાં જ સિંહાસન બની જાય છે. એ પંક્તિને સાર્થક કરતો આ વિડીયો તમે પણ સોશિયલ મીડિયા પર જોઈ શકો છો. આવા વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા છે કે જેવું ગીર જંગલ વિસ્તાર નજીક આવેલા કોડીનાર તાલુકાના આલીદર ગામમાં રહેતા એવા ખેડૂત કૌશિકભાઇના મકાન ઉપર આરામ કરતા નજરે પડ્યા છે.

તો બીજી બાજુમાં પશુનો મારણ કરી મિજબાની માણી રહેલા સિંહ ના એ દ્રશ્યો પણ ખૂબ જ અલગ જોવા મળ્યા છે એ સિંહ પોતાની બુક સંતોષવા માટે પશુનો મરણ કરી મિજબાની માણી રહ્યા છે. આ વિડીયો ટ્વીટર પર @zubinashara નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો. જેમાંથી IFS ઓફિસર Susanta Nandaએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર રિટ્વીટ કર્યો છે.

જંગલનો રાજા સિંહ કહેવાય છે. એવામાં આ વિડીયો જોઈને સાર્થક કરી બતાવશે કે ગિરનાર જંગલ નજીક આવેલા બોર્ડર વિસ્તારનો એ વિડીયો જેમાં સિંહ પોતાના શિકારની શોધમાં હતો. એવા જ કોઈ પશુનું મરણ કરી મિજબાની માણતો જોવા મળ્યો. વિડીયો તાલાલા ગીરના જંગલ નજીક આવેલા બોડર વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યો છે.એટલું જ નહીં પરંતુ એ સ્થળો જંગલની આસપાસના ગ્રામ્ય વિસ્તારનું હોય છે તેવું દેખાઈ રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વરસાદી માહોલમાં એક ખેડૂતના મકાનની છત પર આરામથી બેઠા જોવા મળ્યા ‘જંગલના રાજા’… જુઓ ગીરના આ અદભુત નજારાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*