ભ્રષ્ટાચાર બાબતે ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર લગાવ્યા મોટા મોટા અક્ષેપો,તેઓએ કહ્યું કે સરકાર એવી હોવી જોઈએ જે વાયદાઓ પૂરા કરે નહીં કે…

પાર્ટીના નેશનલ જોઈન્ટ જંગલ સેક્રેટરી ઇશુદાન ગઢવી આજરોજ મહત્વની પ્રેસ સંબોધી હતી. તેઓએ ભાજપ સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે ભાજપ સરકાર વારંવાર લોકોની સાથે રમત રમી રહી છે અને ખોટા ખોટા વાયદાઓ કરી રહ્યા છે અને પુરા તે વાયદા પણ નથી કરતા. ભાજપ સરકારે કુપોષણ મુક્ત ગુજરાતની વાત કરી હતી અને આ વચન તેઓએ 2012માં આપ્યો હતો અને આજે તેના દસ વર્ષ થઈ ગયા છે. આજે ગુજરાતમાં ત્રણ લાખથી પણ વધારે બાળકો કુપોષિત છે.

ઈશુદાન ગઢવીએ વધારેમાં જણાવ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે ઘણા સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર છે અને તેની સ્પષ્ટ વાત એ છે કે ગુજરાત સરકાર વાતો કંઈક અલગ કરે છે અને કામ પણ કંઈક અલગ કરે છે. ગુજરાત સરકાર પાસે 11,000 કરોડનો કોઈ હિસાબ નથી. ભાજપ સરકારના શાસનમાં ભ્રષ્ટાચારનો માત્ર આક્ષેપ થાય છે તેની તપાસ તો થતી જ નથી.

ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એ કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થશે પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે આવક બમણી થવાના બદલે ખર્ચમાં વધારો થયો છે. ભાજપ સરકારના શાસનમાં ખેડૂતો ધીરે ધીરે પાયમાલ થઇ રહ્યા છે તેવું ઈશુદાન ગઢવી જણાવ્યું હતું. તેઓએ વધારે માં જણાવ્યું કે નરેન્દ્ર ભાઈએ 2007 માં કલ્પસર નું ભૂમિ પૂજન કર્યું

હતું ત્યારબાદ 2012 પણ ભૂમિ પૂજન કર્યું હતું પરંતુ 2012 માં પણ તે પ્રોજેક્ટમાં કોઈ કામ ન થવાના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો હતો આવો તેઓએ આક્ષેપ લગાવ્યો છે.ઈશુદાન ગઢવીએ કહ્યું કે મેં એટલું જ કહેવા માંગે છે કે વિકાસયાત્રા જેવા કાર્યક્રમો કરીને તેઓ લોકોને માત્ર ગેરમાર્ગે દોરે છે અને તે શરમજનક બાબત છે.

જનતાના પૈસાથી વિકાસયાત્રા જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને બીજી તરફ પંજાબની પાર્ટીની સરકાર છે અને જ્યાં સરકાર બન્યાના ત્રણ મહિનાની અંદર જ વીજળી ફ્રી કરી દેવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે સરકાર એવી હોવી જોઈએ જે પોતાના વચન પૂર્ણ કરે અને જનતાની સેવા કરે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*