મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વિડીયો તમને હસાવી દેતા હોય છે અથવા તો ઘણા વિડિયો જોઈને તમે ચોકી ઉઠતા હોવ છો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક રીક્ષા ચાલકે પોતાની રિક્ષામાં 26 લોકોને બેસાડ્યા છે.
આ વિડીયો ઉત્તરપ્રદેશના ફતેપુરમાંથી સામે આવ્યો છે. જેમાં એક રિક્ષા ડ્રાઇવરે 26 લોકોને રિક્ષામાં બેસાડીને રીક્ષા ચલાવી રહ્યો હતો. રીક્ષા ચાલક ખૂબ જ સ્પીડમાં જઈ રહ્યો હતો, ત્યારે પોલીસની નજર રીક્ષા પર પડે છે. ત્યારબાદ પોલીસ કર્મીઓ રિક્ષાને રોકે છે ત્યારે પોલીસ કર્મીઓ ચોકી ઉઠ્યા હતા.
ત્યારબાદ પોલીસે ગણતરી કરીને એક પછી એક રિક્ષામાંથી 27 લોકોને બહાર કાઢ્યા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષામાં જ સવાર તમામ લોકો બકરી ઈદ પર નમાજ અદા કરીને પરત ફરી રહ્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો તો આ વિડીયો જોઈને કહી રહ્યા છે કે આ રીક્ષાને મીની બસ જાહેર કરી દો. ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે, “આ ડ્રાઇવરને સરકાર તરફથી નાનો મોટો પુરસ્કાર આપવો જોઈએ”
મળતી માહિતી અનુસાર આ ઘટના બિંદકી કોતવાલી વિસ્તારના લાલૌલી ચોકની છે. બકરી ઈદને લઈને ચોકડી પર પોલીસ ઉભી હતી. આ દરમિયાન એક રીક્ષા ચાલક પૂરપાટ ઝડપથી ત્યાંથી પસાર થાય છે. ત્યારે પોલીસ કર્મીઓ દોડીને રીક્ષાને અટકાવે છે.
આ રીક્ષા છે કે મીની બસ…! આ રીક્ષા ચાલકે પોતાની રિક્ષામાં 27 લોકો બેસાડ્યા, આ દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોકી ઉઠી…જુઓ વિડિયો… pic.twitter.com/fFA82gqeXF
— GUJJU ROCKZ (@gujju_rockz) July 11, 2022
ત્યારબાદ પોલીસે એક પછી એક બાળકો અને વડીલોને રીક્ષામાંથી બહાર કાઢ્યા હતા. આ તમામ લોકો બકરી ઈદની નમાજ પઢીને પોતાના ગામ જઈ રહ્યા હતા. હાલમાં પોલીસે રિક્ષા કબજે કરી લીધી છે. પોલીસે રીક્ષા માંથી ડ્રાઇવર સહિત 27 લોકોને બહાર કાઢ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment