રવિવારના રોજ મોરબીમાં બનેલી દુર્ઘટનાએ ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતાને હચમચાવી દીધી છે. રવિવારની રજા મોરબી માટે કાળી સાબિત થઈ ગઈ છે. અહીં ઝુલતા પુલની ટિકિટ લઈને પૂલ પર ગયેલા લોકોને ક્યાં ખબર હશે કે આ ટિકિટ તેમના મૃત્યુની ટિકિટ બની જશે. રવિવારના રોજ સાંજના સમયે અચાનક ઝુલતો પુલ તૂટી પડ્યો હતો.
જેના કારણે પુલ પર હાજર તમામ લોકો એક સાથે મચ્છુ નદીમાં ખાબકીયા હતા. આ ઘટનામાં 135 થી પણ વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેવું જાણવા મળી રહ્યું છે. ઘટનામાં અનેક હસતા રમતા પરિવારોમાં ગયા છે. આ ઘટનામાં ઘણા બાળકો સાવ નોંધારા બની ગયા છે.
ત્યારે દિવ્ય ભાસ્કર એક એવા ઘરે પહોંચ્યું હતું જે ઘરની પરિસ્થિતિ સાંભળીને તમે પણ રડી પડશો. મોરબીના જમીલાબેન રવિવારના રોજ રજાના દિવસે પોતાના બાળકો અને પરિવાર સાથે ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા. પરંતુ ત્યાંથી તેઓ માત્ર એકલા જ ઘરે આવ્યા છે.
મોરબીમાં બનેલી ઘટનામાં જમીલાબેનના પરિવારના સાત લોકો એક સાથે હોમાઈ ગયા હતા. દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જમીલાબેન જણાવ્યું કે, મોરબીમાં આવેલા ઝૂલતા પુલ પરથી અમે પરત ફરતા હતા. થોડીક સુધી ચાલ્યા ત્યાં તો પુલ તૂટ્યો અને એક સાથે બધા નીચે પડી ગયા.
અમે આઠ લોકો ફરવા માટે ગયા હતા, જેમાંથી હું એકલી જ ઘરે પાછી આવી છું, મારી દેરાણી, એમના બે દીકરા દીકરા, મારી નણંદ, એમના બે દીકરા અને એક મારી છોકરીનું આ ઘટનામાં મોત થયું છે. આ ઘટનામાં મારા હાથમાં ફેક્ચર થયું છે. મારા હાથમાં ફેક્ચર થયું હતું જેની સારવાર મને મોરબીની સિવિલ હોસ્પિટલમાં મળી નથી.
માત્ર પાટો બાંધીને રવાના કરી દીધા. મેં પ્રાઇવેટ હોસ્પિટલમાં પાટો બંધાવ્યો છે. પૂલ તૂટવાની ઘટનામાં જેટલા પણ આરોપીઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. શું માણસોની જીવનની કિંમત માત્ર 17 રૂપિયા જ છે? થોડાક પૈસા કમાવવા માટે થઈને તમે લોકોની જિંદગી છીનવી લેશો? પરિવારને છીનવી લેશો? મિત્રો જમીલાબેનના આવા અનેક સવાલોના જવાબ આપવાવાળું કોઈ નથી.
મોરબીમાં બનેલી દુર્ઘટના બધા લોકોને હચમચાવી દીધા છે. જેના કારણે અનેક ગામડાઓ અને અનેક શહેરોમાં માતમ છવાઈ ગયો છે. શું આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળશે? મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા તમામ લોકોની આત્માને શાંતિ મળે તેવી અમે ભગવાનને પ્રાર્થના કરશો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment