મમતા બેનરજીના શપથવિધી કાર્યક્રમ માં ભાજપના આ દિગ્ગજ નેતાને અપાયું નિમંત્રણ, જાણો વિગતે.

TMC ના પ્રમુખ મમતા બેનરજીએ આજે ત્રીજી વખત પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી તરીકે રાજભવનમાં શપથ લેશે. મહામારી ના કારણે શપથ ગ્રહણ સમારોહ સાદગીભર્યું છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટાચાર્ય, વિપક્ષના નેતા અબ્દુલ અને CPA ના વરિષ્ઠ નેતા બીમાન બોસ ને કાર્યક્રમનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

અને આ કાર્યક્રમમાં બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મહામારીની હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખતા અન્ય.

રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય રાજનીતિક પક્ષના નેતાઓને સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. મમતા બેનર્જી પોતે નંદીગ્રામ થી ચૂંટણી હારી ગયા હતા પરંતુ તે ત્રીજી વાર બંગાળના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

જોકે 66 વર્ષીય મમતા બેનરજીને બીજી કોઈ સીટ પરથી ચૂંટણી લડવી પડી શકે તેમ છે. આની પહેલા મમતાએ 20 મે 2011 ના રોજ પ્રથમવાર અને 27 મે 2016 ના રોજ બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

મમતા બેનરજીને ત્રણ મેના રોજ પાર્ટી વિદ્યાયક સંઘના નેતા ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા પછી મમતાએ જણાવ્યું કે શપથ ગ્રહણ કાર્યક્રમ સામાન્ય રાખવામાં આવશે. બંગાળે 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી બાદમાં 1977 માં લેફિસ્ટ ને ચુંટયા હતા.

ત્યાર પછી બંગાળ લેફટ ને સાત ચૂંટણીમાં વિજય અપાવ્યો હતો અને સીપીએમની આગેવાની હેઠળ પૂર્ણ બહુમતી 34 વર્ષ સુધી તેઓ શાસન કર્યું હતું અને તેમનો કાર્યકાળ પૂરો થતાં TMC ને સત્તા મળી હતી અને તેઓ છેલ્લા દસ વર્ષથી બંગાળમાં શાસન કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*